તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:કોરોના રોકવા સપ્તેશ્વરમાં તર્પણવિધિ પર પ્રતિબંધ

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારે સપ્તેશ્વર ધામમાં વિધિ માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા  હતા. - Divya Bhaskar
શનિવારે સપ્તેશ્વર ધામમાં વિધિ માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
  • કલેક્ટરના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વિિધ માટે શ્રદ્ધાળુઓ માટે રોક લગાવી

ઇડરના સાબરમતી નદીના તટે આવેલ સપ્તેશ્વર ધામમાં ઉત્તર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ વિવિધ પ્રકારની ધાર્મિક અને તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાતા કલેક્ટરના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની ધાર્મિક અને તર્પણ વિધિ માટે રોક લગાવાઇ છે જેને પગલે શ્રદ્ધાળુઓમાં વત્તા ઓછા અંશે અસંતોષ પેદા થયો છે.

સપ્તેશ્વર મંદિર ખાતે હવન, ગ્રહપૂજા, કાલસર્પ સહિતની ધાર્મિક વિધિ અને સાબરમતી નદીના ઘાટ પર થતી તર્પણ વિધિ માટે અનેક લોકો આવતા હોઇ કોરોના સંક્રમણની ભીતીને પગલે રોક લગાવાઇ છે. કલેકટરના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શનિવાર તા. 28-11-20થી ધાર્મિક વિધિઓ સહિત તર્પણવિધિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સંક્રમણ નું બીજું વેવ દિવાળી બાદ શરૂ થયું છે અને કારતક મહિનામાં સપ્તેશ્વર ગામમાં તર્પણ વિધિ સહિત ધાર્મિક વિધિ માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હોઇ કલેક્ટર દ્વારા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ રોક લગાવ્યા બાદ કાર્તિકી પૂનમ આવી રહી હોવાથી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શનિવારથી તમામ લોકોને પૂજા વિધિ તર્પણ વિધિ માટે ન આવવા સૂચના અપાઇ છે.

તેમ તથા કોઈના દ્વારા બિનઅધિકૃત પ્રવેશ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે. ટ્રસ્ટના એકાઉટન્ટ દશરથભાઈએ જણાવ્યું કે કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પ્રથમ વાર સપ્તેશ્વર ધામમાં રોક લગાવાઈ છે અને નવા આદેશ બાદ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...