તાઉતે વાવાઝોડુ:સાબરકાંઠા માં પ્રાથમિક સર્વેમાં 33 ટકાથી ઓછું નુકસાનનો રિપોર્ટ આવતાં વળતર નહીં મળે

હિંમતનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 તાલુકામાં ભારે પવન અને 3-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો

ગત સપ્તાહમાં ફૂંકાયેલ વાવાઝોડા સાથે જિલ્લાના ચાર તાલુકામાં ત્રણ થી ચાર ઈંચ વરસાદ ખાબકતાં ઉનાળુ વાવેતરને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી હતી પરંતુ પ્રશાસનના નિયમોને પગલે જિલ્લાના ખેડૂતોને નુકસાનનું વળતર મળવાની સંભાવના નથી. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વે બાદ 33 ટકાથી ઓછું નુકસાન હોવાનો રિપોર્ટ કરાતાં ખેડૂતોને નુકસાનીનો વળતર મળશે નહીં.

ગત સપ્તાહમાં જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ ખાબક્યો હતો. હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ત્રણ થી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં દર વર્ષે 21789 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થાય છે. પરંતુ આ વર્ષે પિયત માટે સુવિધા ઉપલબ્ધ હોવાથી 18 ટકા વધુ વાવેતર થતાં 25768 હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે.

રાજ્ય સરકારે વળતર પેકેજની જાહેરાત કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં નુકસાનીનો સર્વે હાથ ધરાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે એક પણ તાલુકામાં 33 ટકાથી વધુ નુકસાન થયું નથી. આ અંગેનો રિપોર્ટ મોકલી અપાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં આટલું ઉનાળુ વાવેતર

તાલુકોબાજરીમકાઈમગમગફળીતલ શાકભાજી
હિંમતનગર2227381423018 263
ઈડર16423137477000 505
ખેડબ્રહ્મા0806320000 045
પોશીના05055140000 017
પ્રાંતિજ13296313425457 2678
તલોદ740019992000 525
વડાલી6050239108000 871
વિજયનગર 0004354440000277
કુલ251592231961165475 5181
અન્ય સમાચારો પણ છે...