આવક:પ્રાંતિજનું સલાલ માર્કેટયાર્ડ 2 અઠવાડિયામાં ચણાની 9 હજાર બોરીની આવકથી ઉભરાયું

સલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાલ માર્કેટયાર્ડમાં બે અઠવાડિયામાં ચણાની ધૂમ આવક - Divya Bhaskar
સલાલ માર્કેટયાર્ડમાં બે અઠવાડિયામાં ચણાની ધૂમ આવક
  • ટેકાના ભાવ મણે રું.1046 અને ખુલ્લામાં રું.905 મળતા ખેડૂતો ટેકાના ભાવે વેચે છે

માર્ચના ત્રીજા સપ્તાહથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખુલ્લા બજારમાં નીચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે ચણા નું વેચાણ કરવા ધસારો કરી રહ્યા છે. જેમાં પ્રાંતિજના સલાલ માર્કેટયાર્ડમાં 2 સપ્તાહમાં ચણાની 9 હજાર બોરીની આવક થતાં યાર્ડ ઉભરાયું છે. જેમાં ટેકાના ભાવ કરતાં ખુલ્લામાં વધુ ભાવ મળતાં યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતો આવી રહ્યા છે.

ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતા અને ઓછો વરસાદ થવાને કારણે તથા પિયતની ઓછી સંભાવનાઓને પગલે ખેડૂતોએ ચણાના વાવેતરમાં વધારો કર્યો હતો અને અપેક્ષા મુજબ જ ઉતારો સારો આવ્યો છે. પ્રાંતિજના સલાલ યાર્ડમાં ગુજકોમાસોલની દ્વારા જિલ્લા ખરીદ વેચાણ સંઘના માધ્યમથી તા. 21.3.2022ના રોજથી ચણાની ખરીદી ચાલુ કરાઇ છે.

પ્રાંતિજ તાલુકામાં ચણાની ખેતી કરતા ખેડૂતો વેચાણ માટે માર્કેટમાં ભારે ઘસારો કરી રહ્યા છે. ચણાનો ટેકાનો ભાવ 20 કિલોના રૂ.1046 ખેડૂતોને મળી રહ્યા છે અને અત્યાર સુધીમાં 9000 બોરીની આવક થઈ છે. પ્રાંતિજ તાલુકાના તખતગઢ, ફતેપુર સહિતના ગામોમાંથી ચણાનું વેચાણ કરવા માટે સલાલ માર્કેટમાં દોડી આવે છે. ખુલ્લા બજારમાં ભાવ રૂ. 905 મળતો હોવાથી ખેડૂતો ટેકાના ભાવે જિલ્લા સંઘ દ્વારા થઈ રહેલા ખરીદીમાં વેચાણ કરવા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...