સન્માન:પ્રાંતિજ તાલુકાની ધડકણ ગ્રામ પંચાયતને 24મી એપ્રિલે નેશનલ એવોર્ડથી સન્માનિત કરાશે

તાજપુર કુઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતી રાજ સ્થાપના દિવસે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ એવોર્ડ

પ્રાંતિજ તાલુકાની ધડકણ ગ્રામ પંચાયતને પંચાયતી રાજ દિવસે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ભારત સરકારના દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પંચાયતને એવોર્ડ સન્માનિત કરે છે. તેમ સને 2020/2021ના વર્ષમાં સારી કામગીરી કરનાર પંચાયતોને ભારત સરકાર દ્વારા અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જે પૈકી પ્રાંતિજ તાલુકાની ધડકણ ગ્રામ પંચાયતને 24મી એપ્રિલના રોજ પંચાયતી રાજ સ્થાપના દિવસે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.

સરપંચ વણકર જીતુભાઈ સોમાભાઈએ જણાવ્યુ કે માજી સરપંચ ચૌહાણ રજુસંગ શનાજી અને તલાટી અખિલેશભાઈ પટેલ અને પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામોને કારણે એવોર્ડ મળ્યો છે અને હવે ધડકણ ગામને સ્માર્ટ વિલેજ તરફ આગળ લઈ જવાનું છે. પંચાયતના પ્રશ્નોની સાથે સાથે સામાજિક પ્રશ્નોનો નિકાલ પણ ગ્રામ પંચાયતમાં જ થઈ જાય છે. ધડકણ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તલાટી અખિલેશભાઇ પટેલ, પંચાયતના સભ્યોની કામગીરી બદલ એવોર્ડ મળતાં ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...