તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ક્રેડિટ કાર્ડના ભાડાના 6 હજાર રીફંડ લેવા પ્રાંતિજના શખ્સે ઓટીપી આપ્યોને રૂ.2.91 લાખ ગુમાવ્યા

હિંમતનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાયબર ગઠિયાએ ચાલુ ફોનમાં જ 4 વખત ઓટીપી મેળવી મન મૂકીને ખરીદી કરી

પ્રાંતિજની નાની ભાગોળ વિસ્તારમાં રહેતા અને ડ્રાયવીંગ કરતા શખ્સે ફાસ્ટેગ અને મોબાઈલ રિચાર્જ અર્થે લીધેલ ક્રેડિટ કાર્ડનું ભાડું પોસાતું ન હોઇ ઉત્તરાયણના દિવસે કસ્ટમર કેરમાં ફોન કરતા તમને સીમ્પલી સેવ કાર્ડ આપવામાં આવશે. જેમાં ક્રેડિટ કાર્ડનું ભાડું રીફંડ અપાશે કહી ફોન મૂકી દીધા બાદ પાંચેક દિવસ પછી ફરીથી ફોન આવ્યો હતો અને ઓટીપી આપો, તમારા ક્રેડિટ કાર્ડનું ભાડું રૂ. 6 રીફંડ થઈ જશે કહી ઉપરાછાપરી ચાર વખત ઓટીપી મેળવી કુલ રૂ.2,91,360 ની ખરીદી કરી ઓનલાઇન છેતરપીંડી આચરાઇ હોવા અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાંતિજના કેતનકુમાર બળવંતરાય પંડ્યાએ તેમના ક્રેડિટ કાર્ડનું જીએસટી સહિત રૂ.5999 ભાડું પોસાતું ન હોઇ તા. 14/01/21ના રોજ કસ્ટમર કેરમાં ફોન કરી ક્રેડિટ કાર્ડ બંધ કરવા રજૂઆત કરતા સામેથી બોલતા વ્યક્તિએ કંપની તરફથી સીમ્પલી સેવ કાર્ડ આપવાની ઓફર કરી જણાવ્યું હતું કે આ કાર્ડમાં તમારા ક્રેડિટ કાર્ડના ભાડાના રૂ.6 હજાર રીફંડ આપવામાં આવશે.

ત્યારબાદ તા.19/01/21 ના રોજ હિન્દી ભાષીનો ફોન આવ્યો હતો અને તમે સીમ્પલી સેવ કાર્ડ માટે રજૂઆત કરી છે કહીને જણાવ્યું હતું કે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તે જણાવો એટલે રૂ. 6 હજાર રીફંડ થઈ જશે દરમિયાનમાં કેતનકુમારના મોબાઈલમાં ચાર અલગ-અલગ નંબર ઓટીપી નંબર આવ્યા હતા.

જે ચારેય નંબર ચાલુ ફોને આપતા તેમના ખાતામાંથી રૂ. 36360, રૂ. 85000, રૂ. 85000 રૂ.85000 મળી કુલ રૂ.2,91,360 કપાઈ જતા આ શખ્સને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ તમારા નવા સીમ્પલી સેવ કાર્ડની લીમીટ પૂછતા તેણે જણાવ્યુ હતુ કે આ તમારા નવા સીમ્પલી સેવ કાર્ડની લીમીટ આપવામાં આવે છે.

ત્યારબાદ તા.04/2/21 ના રોજ રૂ. 6 હજાર રીફંડ થયા છે કે નહીં તે બાબતે કસ્ટમર કેરમાં પૂછતાં જણાવ્યું હતું તે રીફંડ થઈ જશે. જેથી છેલ્લુ ટ્રાન્ઝેક્શન કેટલું થયું છે તે પૂછતા રૂ. 2,91, 360 ટ્રાન્ઝેક્શન થયાનુ જાણાવતા એસબીઆઈમાં જઈ તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયાની ખબર પડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો