પોલીસકર્મીની ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી:તલોદના છત્રીસામાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રણજીતસિંહ ચૌહાણ અને તેના પુત્રની ધરપકડ

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તલોદના છત્રીસા ગામના  પિતા અને પુત્રને ઝડપી લીધા. - Divya Bhaskar
તલોદના છત્રીસા ગામના પિતા અને પુત્રને ઝડપી લીધા.
  • પિતા-પુત્ર ઘેર જ ડુપ્લીકેટ દારૂની બોટલો બનાવી વેપાર કરતાં હતા
  • દારૂની 522 બોટલ સહિત 4.75 લાખની મુદ્દામાલ જપ્ત

તલોદ તાલુકાના છત્રીસા ગામના અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પિતા અને પુત્રને ઝડપી લઇ 552 બોટલ ડુપ્લીકેટ દારૂ વગેરે મળી કુલ રૂ.4,75,910 નો જથ્થો કબ્જે લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.

તલોદ પોલીસે નોંધાયેલી ફરિયાદ અનુસાર તા.24/11/21 ના રોજ મળસ્કે સાડા ત્રણેક વાગ્યે પીએસઆઇ સહિત સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી પહોંચતા બાતમી મળી હતી કે છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ અને તેમના દીકરા જયદીપસિંહ પોતાના ઘેર જ બનાવટી દારૂ બનાવવાનો સામાન લાવી ડુપ્લીકેટ દારૂની બોટલો બનાવી ઓરીજનલ તરીકે વેચાણ કરે છે.

દારૂની 552 બોટલ, ખાખી કલરના 80 ખોખા,કથ્થઇ અને છીકણી રંગનુ ઘટ્ટ પ્રવાહી ભરેલ કેરબા અને પ્લાસ્ટીકની બોટલોસહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
દારૂની 552 બોટલ, ખાખી કલરના 80 ખોખા,કથ્થઇ અને છીકણી રંગનુ ઘટ્ટ પ્રવાહી ભરેલ કેરબા અને પ્લાસ્ટીકની બોટલોસહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

​​​​​​​તમીને પગલે છત્રીસા ગામે પહોંચી રણજીતસિંહ ચૌહાણના ઘેર રેડ કરતા બંને પિતા પુત્ર હાજર મળી આવ્યા હતા મકાનમાં તપાસ હાથ ધરતા એક બોક્સમાં 12 નંગ એવા 46 ખાખી કલરના બોક્સ કુલ બોટલ નંગ 552, ઓફિસર ચોઇસ ક્લાસિક વ્હીસ્કી 750 એમ.એલ લખેલા 144 સ્ટીકર, લોખંડના હાથા સાથેનુ અમીરી - એએમઆઇઆરઆઇ લખેલ બોટલ પર ઢાંકણ ફીટ કરવાનુ મશીન, ત્રણ આલ્કોહોલ મીટર, ખાખી કલરના 80 ખોખા, કથ્થઇ અને છીકણી રંગનુ ઘટ્ટ પ્રવાહી ભરેલ કેરબા અને પ્લાસ્ટીકની બોટલો, ઓફીસર ચોઇસ લખેલ બોટલ પર ફીટ કરવાના 207 ઢાંકણ, પ્લાસ્ટીકના બેરલ, તગારા, પ્લાસ્ટીકની પાઇપ વગેરે મળી આવતા કુલ રૂ. 4,75,910 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.​​​​​​​

પોલીસે બંને પિતા પુત્રની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તલોદ પોલીસના જણાવ્યાનુસાર રણજીતસિંહ દીપસિંહ ચૌહાણે પ્રાથમિક પૂછપરછમાં અમદાવાદ શાહીબાગ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનુ જણાવ્યુ છે. ડુપ્લીકેટ દારૂનું ઘરમાં જ વિદેશી દારૂ જેવું પેકીંગ કરી પોલીસકર્મી દ્વારા જ વેચાણ થઇ રહ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસ બેડામાં પણ નીચાજોણુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...