તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભારતીય કિસાન સભાના કાર્યકરો અને હોદ્દેદારોની અટકાયત કરી પોલીસે ચક્કાજામને નિષ્ફળ બનાવ્યું

હિંમતનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલાનના પગલે પોલીસે કાર્યક્રમની અગાઉની રાત્રીથી જ ધરપકડનો દોર ચાલુ કર્યો હતો

શનિવારે ખેડૂત સંઘર્ષ સમિતિએ ચક્કાજામનું એલાન આપ્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં પોલીસે આગોતરુ આયોજન કરી ભારતીય કિસાન સભાના કાર્યકરો અને હોદ્દેદારોની ઘેરથી જ અટકાયત કરી ચક્કાજામને નિષ્ફળ બનાવ્યું હતું. ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ત્રણેય કૃષિકાયદા પાછા ખેંચવાની માંગ સાથે દેશના ખેડૂત સંગઠનોએ દેશમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે ચક્કાજામ કરવા આપેલ આહવાનના સમર્થનમાં શનિવારે હિંમતનગર બસ સ્ટેન્ડ સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરયો હતો. જો કે,પોલીસે કાર્યક્રમની અગાઉની રાત્રીથી જ ધરપકડનો દોર ચાલુ કર્યો હતો અને કાર્યક્રમની શરૂઆત પહેલાં પણ ધરપકડ કરી હતી.

હિમ્મતનગર ખાતેથી સાબરકાંઠા જિલ્લા કિસાન સભા મંત્રી મોતીલાલ પરમાર, ઉપપ્રમુખ દિનેશ પરમાર, કાર્યકર જેઠાભાઈ રાઠોડ કપિલભાઈ પટેલ,તથા ગાંભોઇ પોલીસે ગુજરાત કિસાન સભા રાજ્યમંત્રી પરસોત્તમદાસ પરમાર કિસાન સભા કાર્યકર દોનાભાઈ વણકર છગનભાઈ ભાભી અને તલોદ પોલીસે સાબરકાંઠા જિલ્લા કિસાન સભા પ્રમુખ દિલાવરસિંહ ઝાલા અને કિસાનસભા કાર્યકર ભોગીલાલ પટેલની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો