તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:હિંમતનગરમાં ભૂલી પડી ગયેલી પાંચ વર્ષની બાળકીનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપરિયા વિસ્તારમાં રહેતુું દંપતી બાળકી સાથે રેડક્રોસ સોસાયટીમાં લોહી લેવા આવ્યું હતું, ત્યારે રમતાં રમતાં બાળકી છૂટી પડી ગઈ હતી

હિંમતનગર છાપરિયા વિસ્તારની બાળકી તેના વાલી સાથે હિંમતનગર રેડક્રોસ સોસાયટીમાં બ્લડ લેવા સાથે આવી હતી. રમતાં રમતાં છૂટી પડી ગયેલી બાળકીનો પોલીસની શક્તિવિંગે બાળકીના પરિવારનો જાણ મેળવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

હિંમતનગર છાપરિયા વિસ્તારમાં રહેતા 5 વર્ષની બાળકીના મા બાપ સોમવારે રેડક્રોસ સોસાયટીમાં બ્લડ લેવા આવ્યા હતા. તેમાં વ્યસ્ત હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની બાળકી અલફીના રમતાં રમતાં રોડ ઉપર આવી ગઈ હતી. દરમિયાનહિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના શક્તિવિંગ પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તેમની નજર રડી રહેલી આ બાળકી ઉપર પડતાં તેઓએ પોલીસ સ્ટેશને લાવી ચા બિસ્કીટ આપી પૂછપરછ કરતાં તે હડિયોલ પુલ છાપરિયાની હોવાનું જાણવા મળતાં શક્તિવિંગના કર્મીઓએ પરિવારનીભાળ મેળવી મિલન કરાવ્યાનું પીએસઆઇ અર્જુન જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...