તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:કણ્વ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે ગઢની તળેટીમાં પ્રગટ થયા હતા

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કણ્વનાથ મહાદેવ મંદિરે સૌ પ્રથમવાર વિક્રમ સંવત 1620 માં જીર્ણોદ્ધાર કરાયો હતો. - Divya Bhaskar
કણ્વનાથ મહાદેવ મંદિરે સૌ પ્રથમવાર વિક્રમ સંવત 1620 માં જીર્ણોદ્ધાર કરાયો હતો.
  • ઇડર સ્ટેટના પાંચ રત્નો, ચોથું રત્ન કણ્વનાથ,આ એ જ જગ્યાછે જ્યાં શકુંતલાનું બાળપણ વિત્યુ હતું

ઇડર સ્ટેટનો પૌરાણિક ઇતિહાસ સાથે પ્રાચીન નાતો છેે. અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન શ્રીકણ્વનાથ મહાદેવનું મંદિર દ્વાપર કાલીન પ્રાચીન મંદિર હોવાનું મનાય છે. જેની સાક્ષી પૂરે છે આ શ્લોક ઇડર પંચરત્નાની ભૃગુ, બ્રહ્મ, ગદાધર ચતુર્થક કણ્વનાથ ચ પંચમ ભુવનેશ્વર જેનો અર્થ થાય છે ઇડર સ્ટેટના પાંચ રત્નો છે. ખેડબ્રહ્મા સ્થિત ભૃગુઋષિનો આશ્રમ અને બ્રહ્માજીનું મંદિર, ગદાધર એટલે ગઢડા શામળાજી મંદિર ચોથુ કણ્વનાથ મહાદેવ મંદિર અને પાંચમુ ભિલોડા ભવનાથ મંદિરનો ઉલ્લેખ છે.

ઇડરગઢની તળેટીમાં સ્થિત કણ્વનાથ મહાદેવ મંદિર વિશે પ્રચલિત લોકવાયકા મુજબ આ કણ્વઋષિની તપોભૂમિ છે જેમની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. તદ્દપરાંત આ એ જગ્યા છે જ્યાં શકુંતલાનું બાળપણ વિત્યુ હતું. શકુંતલાના પાલક પિતા કણ્વઋષિ હતા અને કાળક્રમે શકુંતલાના લગ્ન રાજા દુષ્યંત સાથે થયા હતા અને ભરતના જન્મ બાદ રાષ્ટ્રનું નામ ભારત પડ્યું હતું. સૌ પ્રથમવાર વિક્રમ સંવત 1620 માં જીર્ણોદ્ધાર કરાયો હતો. જેનો શિલાલેખ આજે પણ હયાત છે. મંદિરમાં એક પૌરાણિક વાવ છે ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સૂકાયુ નથી મંદિર ઊંચા ડુંગરોથી ઘેરાયેલું છે.

પ્રકૃતિના અખૂટ સૌંદર્યનો ખજાનો ધરાવે છે. મંદિરની પાછળના ભાગે ડુંગર ઉપર એક બાળગંગા છે લોકવાયકા છે કે મહાભારત કાળમાં અર્જુને બાણ ધરતીમાં મારી ગંગાજીને પ્રગટ કર્યા હતા. આજે પણ ગંગાજીની અખૂટ ધારા વહે છે. તપોભૂમિમાં કણ્વનાથ ઋષિની સમાધીની જગ્યા છે. કણ્વનાથ મંદિરને કેદારનાથ પણ કહેવાય છે.

મંદિરનું જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ જેવું જ લાગે છે મંદિરથી બિલકુલ સામેના ડુંગર પર કાકલેશ્વર મહાદેવ મંદિર છે. છેલ્લી સાત-આઠ પેઢીઓથી મંદિરની સેવા પૂજા સાબલવાડના તપોધન ભૂદેવો દ્વારા કરાઈ રહી છે. વર્તમાન સમયમાં નિલેશકુમાર બાબુલાલ રાવલ અને વિનયકુમાર દિલીપભાઈ રાવલ પૂજારી છે વિવિધ સમાજના લોકો ચૌલક્રિયા માટે પણ આવે છે.

અન્ય સમાચારો પણ છે...