તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર્ષણ:ઇલોલમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના રેકર્ડની નકલો મુદ્દે કર્મી-અરજદાર બાખડ્યા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સહી સિક્કા વગરના કાગળો આપતા ઘર્ષણ થયું,મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ઇલોલમાં હવાડાની જમીનના વિવાદમાં થયેલ હુકમ અંતર્ગત હિંમતનગર તા.પં. દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા આરટીઆઇથી વિગતો માંગનાર અરજદારને સહી સિક્કા વગરના કાગળો આપી રવાના કર્યા બાદ બુધવારે સહી સિક્કા કરાવવા ગયેલ અરજદાર અને કર્મચારી વચ્ચે ઘર્ષણ થયા બાદ કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ઇલોલ ગામની હવાડાની જમીનના વિવાદમાં જિલ્લા પંચાયત દ્વારા હુકમ કરાયો હતો પરંતુ તાલુકા પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા અરજદાર ભાસ્કરભાઈ ડી.ભટ્ટે તા.પં. દ્વારા હુકમ અંતર્ગત થયેલ કાર્યવાહીની વિગતો માંગવા આરટીઆઇ કરી હતી. ભાસ્કરભાઈના જણાવ્યાનુસાર રમેશભાઈ નામના કર્મચારીએ આખો દિવસ બેસાડ્યા બાદ નકલ મળ્યાની સહી કરાવી નકલો આપી હતી પરંતુ નકલો જોતાં તેમાં સહી સિક્કા ન હોવાથી તે કરી આપવા જણાવતાં કાલે આવજે કહી મોકલ્યા બાદ બુધવારે ભાસ્કરભાઈ કચેરી આવતા અને સહી સિક્કા કરી આપવાનું કહેતા રમેશભાઈએ તારું કંઈ ઉપજવાનું નથી હવાડાવાળી જગ્યાને હાથ તો અડાડી જો કહી ધક્કો માર્યો હોવા અંગે ડી.એસ.પી.ને રજૂઆત કરી એડિવિઝન પોલીસમાં ફરિયાદ આપી હતી.

હિંમતનગર ટીડીઓ એ.જે. રાજપૂતે જણાવ્યું કે અરજદારે કર્મચારી સાથે બેહૂદું વર્તન કરતાં તમામ કર્મીઓ કાયમી અળગા થઈ ગયા હતા રમેશભાઈએ તેમને 10 મિનિટ બેસવાનું કહ્યું હતું તેમાં આવું વર્તન કરતા એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે બુધવારે સાંજે એક તા.પં. સદસ્યએ ભાસ્કરભાઈને સમાધાન કરવા ફોન કરી બોલાવ્યા હતા. અરજદારનું વર્તન માની લઈએ કે બેહુદુ હતું તો આ સ્થિતિ કેમ આવી તેના માટે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરી પગલાં લેવાની જરૂર છે સરકારી જમીનના દબાણ દૂર કરાવવામાં કેમ પાછી પાની થાય છે તે પણ હવે ખુલ્લું થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...