આજના આધુનિક યુગમાં વ્યક્તિ એક ફૂટ જગ્યા માટે પણ કોર્ટ કચેરી એ જાય છે આવા કપરા સમયમાં હિંમતનગરના પેઢમાલા ગામના પરિવારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવીન શાળા બનાવવા માટે એક વીઘા જમીન દાનમાં આપી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં છેલ્લા ચાર વર્ષથી નવીન પ્રાથમિક શાળા બનાવવા માટે ગ્રામજનો દ્વારા સરકાર સમક્ષ પ્રયત્નો ચાલુ હતા છેવટે ચાલુ વર્ષે નવીન પ્રાથમિક શાળાના 8 નવીન ઓરડા મંજૂર થતા ગામમાં ખૂશીની લાગણી પ્રસરી જવા પામી હતી પરંતુ શાળા બનાવવા જગ્યાનો અભાવ તેમજ ઓરડા ક્યાં બનાવવા તે મોટો પ્રશ્ન હોવાથી ગ્રામજનો મૂંઝવણમાં મૂકાયા હતા
પરંતુ ગામના પ્રતિષ્ઠિત અને હંમેશા લોકોની પડખે ઉભા રહેનાર મહાશંકર તુલજારામ પંડ્યા તથા રમેશચંદ્ર તુલજારામ પંડ્યાના પુત્રો નયનભાઈ, રાકેશભાઈ અને ચેતનભાઈ ના પરીવારને ગ્રામજનોએ મળી આ અંગે વાત કરતા તેમણે આનંદવિભોર થઇને પોતાની એક વીઘા જમીન ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવીન શાળા બનાવવા દાન કરતા ગ્રામજનોની મૂંઝવણનો અંત આવ્યો હતો અને તા.04/05/22 ને બુધવારના રોજ સવારે શાળા બનાવવા ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સહકારને બિરદાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.