તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:હિંમતનગર એસટી વિભાગે રાત્રે બસો-નવીન રૂટ શરૂ કરતાં મુસાફરોમાં આનંદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા રૂટની અને આંતરરાજ્ય સર્વિસ બસો શરૂ કરાઇ

હિંમતનગર એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની હાલાકી દૂર કરવા બસોની રાત્રિ સર્વિસો તેમજ અનેક નવીન રૂટો શરૂ કરાતાં મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. કોરોના મહામારી બાદ એસ.ટી. નિગમ હિંમતનગર વિભાગ ખાતેથી તા. 01 જુલાઇના રોજ માણસા - સોમનાથ, માણસા - પાવાગઢ, ખેડબ્રહ્મા સુરત, ખેડબ્રહ્મા - બગદાણા, ઇડર - જામનગર, વડોદરા - ભૂજ વાયા - મોડાસા અને મોડાસા - સુરત વાયા - ગોધરાની બસોના રૂટ શરૂ કરાયા હતા.

ત્યારબાદ તા.06 જુલાઇના રોજથી આંતર રાજ્ય સર્વિસ ભિલોડા - બોરીવલી, ખેડબ્રહ્મા - શીરડી અને ડુંગરપુર - બોરીવલીની બસોના રૂટ શરૂ કરાયા છે. મુસાફરોને ખાનગી વાહનો કરતા એસ.ટીની સુવિધા વધુ લાભદાયક રહેશે. લાંબા રૂટની બસો શરૂ થતાં મુસાફરો રીઝર્વેશન કરાવી લાભ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...