હાશ....રાહત થઇ ...:સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 40 દિવસમાં 45 હજારથી વધુ રેપીડ ટેસ્ટ કરાયાં
  • સંક્રમિતોનો રેશિયો 1.8 ટકાથી ઘટીને 1.3 ટકા સુધી નીચે આવ્યો

ઓગસ્ટ માસના ઉત્તરાર્ધથી સાબરકાંઠા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ રેપીડ ટેસ્ટમાં છેલ્લા 40 દિવસમાં 45 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે. ઓગસ્ટ - સપ્ટેમ્બર માસ દરમિયાન ટેસ્ટીંગ દરમિયાન સંક્રમિતોનો રેશિયો 1.8 ટકા જેટલો હતો. જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આંશિક ઘટાડો થતાં 1.3 ટકા સુધી નીચો આવ્યો છે. તંત્રના માનવા અનુસાર એકંદરે આ સારી નિશાની છે.

તંત્ર દ્વારા ઓગસ્ટના ઉત્તરાર્ધમાં રેપીડ ટેસ્ટ કરવાનું શરૂ કરાયુ હતું અને પ્રતિદિન સરેરાશ 1100 થી વધુ લોકોનું ટેસ્ટીંગ કરાતું હતુ અને સંક્રમિતોનો રેશિયો 1.8 ટકા સુધી પહોંચી ગયો હતો. હાલમાં 8644 વ્યક્તિને હાઇ રિસ્ક અને 46875 વ્યક્તિને લો રિસ્ક હેઠળ મૂકવામાં આવ્યા છે. હિંમતનગર, ઇડર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મામાં સંક્રમણ જોવા મળ્યા બાદ સતત ટેસ્ટ કરાઇ રહ્યા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન રેપીડ ટેસ્ટ કરાયેલા ટેસ્ટીંગમાં સંક્રમણની ટકાવારી 1.3 ટકા જેટલી નીચે આવી છે. ત્રણ દિવસમાં કુલ 1246 લોકોનું ટેસ્ટિંગ કરાયું છે જે બતાવે છે કે સેમ્પલ ટેસ્ટીંગનો વ્યાપ પણ ત્રીજા ભાગનો થઈ ગયો છે.

રેપીડ કીટથી પોઝિટિવ આવેલ સંક્રમિતોની સંખ્યા જાહેર કરાતી નથી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દોઢેક માસમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે રેપીડ કીટથી પોઝિટિવ આવેલ સંક્રમિતોની સંખ્યા જાહેર કરાતી નથી અને હોમ આઇસોલેટ કરી અથવા ખાનગી હોસ્પિટલોમાં સારવાર થઈ રહી છે. જેનો આંકડો પણ અત્યાર સુધીમાં હજારોને આંબી ગયો છે. હિંમતનગર શહેર તાલુકામાં મહત્તમ કેસ નોંધાયા હતા પ્રાંતિજમાં શરૂઆત ઝડપી હતી બંને જગ્યાએ અત્યારે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા દોઢેક માસમાં જે રીતે ઉછાળો આવ્યા બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતા પીક આવી ગયું છે કે બાકી છે ની નવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, 10મી ઓક્ટોબર સુધીમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ થઇ જશે તેવું મનાઇ રહ્યું છે. બેકાબૂ સંક્રમણ છતાં જિલ્લામાં જનજીવન રાબેતા મુજબનું છે.

અન્ય સમાચારો પણ છે...