ચૂંટણીનું પરિણામ:હિંમતનગરની પરબડા તાલુકા પં. બેઠક પર ભાજપની 46 મતથી જીત

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તા.પં. ની 22-પરબડા બેઠકમાં ભોલેશ્વરના 02, પરબડાના 03, નવલપુરના 02 અને પોલાજપુરના એક મતદાન મથકનો સમાવેશ થાય છે. જેમાં પરબડાના ત્રણ અને નવલપુરના એક મતદાન મથક પર લઘુમતિ મતદારોનુ પ્રભુત્વ છે એકંદરે એક તરફી મતદાન થયુ હતુ જ્યારે પોલાજપુરમાં ક્ષત્રિય મતદારો અડધા અડધા વહેંચાઇ ગયા હતા ભોલેશ્વરમાં કોંગ્રેસનો સ્થાનિક ઉમેદવાર હોવા છતાં ભાજપના ઉમેદવારને બમણાંથી વધુ મત મળ્યા હતા.

લઘુમતિ એસ.સી. એસ.ટી. મતદારોના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતકુમાર બાલુભાઇ જાદવે 2438 મત મેળવી પાછલા વર્ષોની લીડ કાપી જીત મેળવતા 11 વર્ષ પછી ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. વર્ષ 2015માં કોંગ્રેસની 1609 મતની તે લીડ 2020 માં ઘટીને 603 થઇ હતી અને પેટા ચૂંટણીમાં આ લીડ પણ કપાઇ ગઇ હતી આમ આદમી પાર્ટીના ઉમેદવારને 278 મત, બાસપાના ઉમેદવારને 75 મત અને 54 લોકોએ એક પણ ઉમેદવારને પસંદ ન કરતા કોંગ્રેસનો ખેલ પડી ગયો હતો.
મતદાનની પેટર્ન બૂથ વાઇઝ
મથક ભાજપ કોંગ્રેસ આપ બસપા નોટા

પરબડા-1 208 287 72 02 03
પરબડા-2 238 320 30 13 01
પરબડા-3 32 396 49 08 06
ભોલેશ્વર-1 463 220 10 14 04
ભોલેશ્વર-2 419 184 13 24 10
નવલપુર-1 215 525 55 02 02
નવલપુર-2 360 55 30 05 02
પોલાજપુર 503 405 19 07 26
કુલ 2438 2392 278 75 54

ઉમેદવારોએ મેળવેલ મત 1.ભરતકુમાર બાલુભાઇ જાદવ (ભાજપ) 2438 2. સંજયકુમાર કાનજીભાઇ સુતરીયા (કોંગ્રેસ) 2392 3. પ્રવીણભાઇ જેઠાભાઇ વણકર (આપ) 278 4. અજયકુમાર દિનેશભાઇ પરમાર (બસપા) 75

ઘડકણમાં ભાજપના ચતુરસિંહ ડાભી વિજયી તાજપુરકુઈ |પ્રાંતિજ તાલુકાના ઘડકણ પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતાં ભાજપના ઉમેદવાર ચતુરસિંહ ડાભીનો 842 મતે વિજય થતાં ગામમાં સમર્થકોએ વિજયી સરઘસ કાઢ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...