તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાલિકા-પંચાયતની આજથી ફોર્મ ભરવાની શરૂઆત

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજથી ફોર્મ ભરવાનું શરૂ, દાવેદારોનો રાફડો ફાટી નીકળતાં ભાજપ છેલ્લી ઘડીએ જ્યારે કોંગ્રેસ ઝડપથી યાદી જાહેર કરે તેવી સંભાવના

રાજ્યમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા 8મી ફેબ્રુઆરી સોમવારથી શરૂ થઈ રહી છે જેના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ચૂંટણીનો વિધિવત પ્રારંભ થઇ જશે. સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા મતદાન મથકો નક્કી કરવા સહિત કર્મચારી અધિકારીઓની ફાળવણી કરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લાની બે નગરપાલિકામાં પૂર્ણ અને 1 પાલિકામાં 02 બેઠકની પેટાચૂંટણી તથા 8 તાલુકા અને એક જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી ભરવાનું પણ શરૂ થઈ જશે.

હિંમતનગર નગરપાલિકામાં ચાર દાયકાથી સત્તા મેળવવા કોંગ્રેસ રાહ જોઈ રહ્યું છે 15 થી 25 ટકા બેઠકો જીતવા સુધી પહોંચી શકેલ કોંગ્રેસ આ વખતે સારો દેખાવ કરવા પ્રયત્નશીલ છે વર્ષ 2015માં ભાજપને પાટીદાર આંદોલન નડી જતા જિલ્લા પંચાયત અને તમામ 8 તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો પરંતુ આ વખતે નવા વોર્ડ સિમાંકનને પગલે રાજકીય સમીકરણો બદલાયા છે અને ભાજપ બંનેમાં સારો દેખાવ કરવા ઉત્સુક છે

ભાજપ માં ટિકિટ વાંચ્છુઓની લાઈન લાંબી છે અને દાવેદારોએ રીતસરની પડાપડી કરી છે ત્યારે મૂંઝવણમાં મૂકાયેલા સંગઠન દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત કરાશે જયારે કોંગ્રેસ દ્વારા મોટા ભાગના ઉમેદવારોની યાદી તૈયાર કરી ઉમેદવારી પત્રો ભરવાની જાણ કરી દેવાઈ છે.

પાલિકાઓમાં મતદારોની સ્થિતિ

પાલિકાપુરૂષસ્ત્રીઅન્યકુલ
હિંમતનગર31696308091762513
વડાલી82277882016109
તલોદ(વોર્ડ 3,6)2421223104652
કુલ42344409131783274
તાલુકા પંચાયતકુલ બેઠકઅનુ. આદીજાતિઅનુ.આદિ જાતિ સ્ત્રીસામાન્ય સ્ત્રીસા.શૈ.પછાત વર્ગ સ્ત્રીબિનઅના મત સામાન્યઅનુ. જાતિઅનુ જાતિ સ્ત્રી

સા.અનેશૈ. પછાત વર્ગ

હિંમતનગર300112111212
ઇડર28019110322
તલોદ2010817111
પ્રાંતિજ2001718111
વિજયનગર1877011011
ખેડબ્રહ્મા2076212011
પોશીના2089001101
વડાલી1601516111

હિંમતનગર પાલિકા મતદાર

વોર્ડપુરુષસ્ત્રીઅન્યકુલ
14041384707888
23694352317218
33520364107161
43806365207458
52710276105471
638643705157584
73506331406820
82981286405845
93573349417068
કુલ3169530801176251

જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં મતદારોની સ્થિતિ

તાલુકોપુરૂષસ્ત્રીઅન્યકુલ
હિંમતનગર1068411013231208165
ઇડર95527912245186756
વડાલી2632026859151180
ખેડબ્રહ્મા4766844413092081
પોશીના3994636663076609
તલોદ55490510231106514
પ્રાંતિજ57513530430110556
વિજયનગર4065740386181044
કુલ4699624429349912905
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો