કોરોનાની અસર:હિંમતનગર સાયન્સ કોલેજમાં M.Scના 78માંથી માત્ર 4 જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી!

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.સી.ના 78 પૈકી માત્ર 04 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. - Divya Bhaskar
એમ.એસ.સી.ના 78 પૈકી માત્ર 04 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
  • બદલાતાં પરિપત્રોને કારણે વિદ્યાર્થીઓ સહિત કોલેજ સ્ટાફ પણ અસમંજસમાં
  • એમ.એ અને એમકોમ સેમ-3 ના 601 પૈકી 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 6 જાન્યુઆરી ગુરૂવારથી પરીક્ષા શરૂ થતાં હિંમતનગર સાયન્સ કોલેજમાં એમએસસી સેમ-3 ના 78 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓએ પરીક્ષાખંડમાં આપી હતી. જ્યારે 74 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાના શમણાં સેવી પલાયનવાદને પ્રાધાન્ય આપ્યું હતું. આનાથી ઉલટુ એમ.એ. એમકોમ ના સેમ-3ના 601 વિદ્યાર્થીઓ પૈકી 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

હિંમતનગરની એસએસ મહેતા આર્ટસ અને એમએમ પટેલ કોલેજના એમ.એ. એમકોમ ના સેમ -3 ના 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 20 વિદ્યાર્થી ગે.હા. રહ્યા હતા. એટલે કે 96 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એમ.એસ.સી. સેમ-3 ના 78 પૈકી માત્ર 04 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પૂર્વ સેનેટ મેમ્બર નિતીનભાઇ સાધુએ જણાવ્યુ કે આર્ટસ - કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ બતાવી આપ્યું છે કે પૂર્વ તૈયારી માત્ર બહાનું છે ભવિષ્યમાં કોરોનાને કારણે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તો ઓફલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અન્યાય થવાની પણ સંભાવના છે. યુનિવર્સીટીમાં નિર્ણયશક્તિનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. અવાર નવાર બદલાતા પરિપત્રોને કારણે વિદ્યાર્થીઓ સહિત કોલેજ સ્ટાફ પણ સતત અસમંજસ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...