તપાસ:હિંમતનગર સિવિલમાં ઓપીડી વધી, રોજ 350 દર્દીઓની તપાસ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂન સુધી 100 દર્દીઓની ઓપીડી ચાલતી હતી
  • તાવ, શરદી, ડેન્ગ્યૂ સહિતના દર્દીઓ આવી રહ્યા છે

કોરોના નિયંત્રણ આવ્યા બાદ હિંમતનગર સિવિલમાં ઓપીડીમાં પણ હવે ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે અને પ્રતિદિન 350 થી વધુ વિવિધ સમસ્યાઓ લઇને આવતા દર્દીઓની ઓપીડીમાં તપાસ થઇ રહી છે. જેને પગલે કોરોના માનસિકતા પણ ધીમેધીમે દૂર થઇ રહી છે.

કોરોનાકાળના 14 માસ દરમિયાન હિંમતનગર સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોના સિવાયના દર્દીઓની સંખ્યા નહીવત બની ગઇ હતી. છેલ્લા ત્રણેક માસથી કોરોનાનું જોર ઘટીને છેલ્લા અઢી માસમાં બે પોઝિટિવ કેસ નોંધાવા દરમિયાન અન્ય બીમારીના કેસ અને ઓપીડીમાં વધારો થયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જૂન માસ સુધી મોટા ભાગે તાવ - શરદીના લક્ષણો સાથે 100 દર્દીઓની ઓપીડી ચાલતી હતી. પરંતુ તેમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ટ્રોમા સેન્ટરમાં અકસ્માતના કેસ લગભગ શૂન્ય થઇ ગયા હતા તેમાં પણ હવે છૂટકારો મળ્યા બાદ વધારો થઇ રહ્યો છે.

જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલના આરએમઓ ર્ડા.એન.એમ. શાહે જણાવ્યુ કે હાલમાં તાવ, શરદી, શંકાસ્પદ મેલેરીયા - ડેન્ગ્યૂ, ગાયનેક, અકસ્માત, સર્જરી સહિતની સારવાર માટે ઓપીડીમાં 350 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. 15 દિવસથી ઓપીડીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...