નિર્ણય:હિંમતનગર કલેક્ટર કચેરીમાં કોરોના રસીના બે ડોઝ લેનારને જ પ્રવેશ મળશે

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે નિયંત્રણ થોડું હળવું રખાયું, માત્ર મૌખિક પૂછીને પ્રવેશ અપાયો
  • મોટા ભાગના​​​​​​​ લોકોને મોબાઇલમાં સર્ટિફીકેટ શોધવા મથામણ કરવી પડી

રાજ્યની તમામ સરકારી અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવતા જિલ્લાજનોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ કચેરીમાં પ્રવેશ આપવાનું કલેક્ટરે જાહેરનામુ તા.04-01-22 ના રોજ બહાર પાડ્યા બાદ જ હિંમતનગર બહુમાળી ભવનમાં કચેરીમાં પ્રવેશવાના દરવાજા આગળ જ કર્મચારીઓને જવાબદારી સોંપી દેવાઇ હતી.

મંગળવારે કલેક્ટરની સૂચના મુજબ હિંમતનગર સેવાસદન કચેરીમાં અંદર પ્રવેશતા દરવાજા આગળ ઉભા રહેલ કર્મચારીએ દરેક વ્યક્તિ પાસે કોરોના રસીના બંને ડોઝ લીધા છે કે કેમ તે માટેનું સર્ટિફીકેટ માંગતા મોટા ભાગના લોકોને મોબાઇલમાં સર્ટિફીકેટ શોધવા મથામણ કરવી પડી હતી અને સર્ટિફીકેટ મળતા કર્મચારીને બતાવતા પ્રવેશ મળ્યો હતો.

હિંમતનગર બહુમાળી ભવનમાં પ્રવેશના મુખ્ય બે દરવાજામાંથી બપોરે બેએક વાગ્યા બાદ મામલતદાર કચેરી આગળનો દરવાજો આ નિયમના પાલન માટે બંધ કરી દેવાયો હતો તથા કોરોના રસીના બંને ડોઝ લીધા છે કેમ તેનું સર્ટિફીકેટ બતાવવા કરેલ નિર્ણયનો પ્રથમ દિવસ હોવાથી નિયંત્રણ થોડું હળવું રખાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...