દીવા તળે અંધારુ...:સાબરકાંઠામાં 32 સરકારી શાળાઓ પાસે જ ફાયરની એનઓસી નથી

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડર પ્રાથમિક શાળા-2 માં સીલ મારવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઇડર પ્રાથમિક શાળા-2 માં સીલ મારવામાં આવ્યું હતું.
  • ફાયર એનઓસી ન હોવાથી ઇડર પ્રાથમિક શાળા નંબર 2ને સીલ કરાઇ

સાબરકાંઠા જિલ્લાની 9 મીટરથી વધુ ઊંચાઇની બાંધકામ ધરાવતી 32 સરકારી શાળાઓ પાસે ફાયર એનઓસી નથી કારણ, ગ્રાન્ટ નથી. પાલિકા વિસ્તારોમાં આવી શાળાઓ વિરુદ્ધ સિલીંગ સુધીની કાર્યવાહી માટે તજવીજ પણ હાથ ધરાઇ છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યુ કે 32 શાળાઓમાં ફાયર એનઓસી નથી. ફાયર ઇક્વિપમેન્ટ અને ફાયર નોર્મ્સના અમલ માટે જરૂરી ગ્રાન્ટની દરખાસ્ત બનાવી તાજેતરમાં મોકલી આપી છે. નોંધીનીય છે કે હિંમતનગર પાલિકા દ્વારા મહેતાપુરાની સરકારી શાળાને ફાયર એનઓસી મામલે નોટીસ આપવા તજવીજ હાથ ધર્યાનુ જાણવા મળી રહ્યુ છે.

ઇડરની સરકારી પ્રાથમિક શાળા નં.2માં ધો-1થી 8ના વર્ગો આવેલા છે અને હાલ શાળામાં ધો-6થી 8ના 138 છાત્રો અભ્યાસ કરે છે. શાળા નંબર 2 ની ઊંચાઈ 9 મીટર થી વધુ હોવાથી સ્કૂલમાં ફાયર સેફટી એનઓસી લેવાની હોય છે. નગરપાલિકા દ્વારા એનઓસી ન હોવાથી નોટિસો આપવામાં આવી હોવા છતાં NOC ન લેવાના કારણોસર શાળા નં.2 ની સ્કૂલમાં સીલ મારવામાં આવ્યું છે.શાળા ના આચાર્ય અશ્વિનભાઇ પટેલ જણાવ્યું કે સરકારી શાળા છે અને ફાયર સેફટીની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરેલ છે. સરકારમાંથી ગ્રાન્ટ આવતા ફાયર એનઓસી મેળવી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...