તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 116 દિવસ બાદ માત્ર 3 કેસ

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મે મહિનામાં 151 કેસના પીક બાદ સતત ઘટાડો, 141 એક્ટિવ કેસ

સાબરકાંઠામાં છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ગુરુવારે 116 દિવસ બાદ 24 કલાક દરમિયાન માત્ર 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હિંમતનગર, ઇડર અને પ્રાંતિજમાં 1- 1વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 6 એપ્રિલ-20 ના રોજ પ્રથમ કેસ નોંધાયા બાદ જુલાઈ-ઓગસ્ટમાં 15-17 કોરોના પોઝિટિવ કેસનું પીક આવ્યું હતું સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં કેસમાં ઘટાડો થઈ ગયો હતો અને નવેમ્બરમાં 17 તારીખથી કેસમાં ફરી ઉછાળો આવ્યો હતો અને 21 થી 23 કેસનું પીક આવ્યું હતું જે ડિસેમ્બર માસના અંત સુધી જોવા મળ્યું હતું

જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 4 થી માંડી 7-8 કેસ પ્રતિદિન નોંધાયા હતા ત્યારબાદ માર્ચના ઉત્તરાર્ધમાં કેસ વધવા માંડ્યા હતા અને એપ્રિલ માસમાં પ્રતિદિન સરેરાશ 50 થી વધુ કેસ નોંધાયા બાદ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 151 કેસ સાથે નવું પીક જોવા મળ્યું હતું 18 નવેમ્બરે 146 કેસ નોંધાયા બાદ કેસ ઘટ્યા હતા 24 મે ના રોજ 86 કેસ નોંધાયા બાદ કેસમાં સતત ઘટાડો થયો હતો.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ માસમાં 1679 અને મે માસમાં 2576 મળી બે માસમાં કુલ 4255 કેસ નોંધાયા હતા જ્યારે 31 મે સુધીમાં જિલ્લામાં કુલ કેસની 9 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુ. સુધી પ્રતિદિન માત્ર 02 કેસ નોંધાયા હતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોરોના કેસમાં સતત ઘટાડો થયા બાદ 9 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી પ્રતિદિન માત્ર બબ્બે કેસ નોંધાયા હતા પરંતુ સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાયા બાદ માર્ચ માસના ઉત્તરાર્ધમાં કોરોનાએ જોર પકડ્યું હતું.

અડધોઅડધ કેસ હિંમતનગર શહેર અને તાલુકામાં નોંધાયા :
જિલ્લાના શહેરી વિસ્તારમાં 29.17 ટકા, ગ્રામ્ય વિસ્તારોમાં 70.82 ટકા સંક્રમણ :
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કાળના 14 માસ અને 10 દિવસમાં કુલ 7057 કેસ નોંધાયા છે તે પૈકી હિંમતનગર શહેરમાં 1251 અને તાલુકામાં 2423 મળી કુલ 3674 કેસ એટલે કે 52.27 ટકા કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારોમાં 2059 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4998 વ્યક્તિ સંક્રમિત થયા હતા.

ગુરૂવારે 5108 લાભાર્થીઓએ રસી લીધી
ગુરુવારે સાબરકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 18 થી 44 વર્ષના કુલ 3879 લાભાર્થીઓ અને 45 વર્ષથી વધુ વયના કુલ 1229 લાભાર્થીઓનું રસીકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...