હાલાકી:ખેડબ્રહ્મા અને પોશીના પંથકની પંચાયતોમાં ઓનલાઈન સેવા ઠપ

લાંબડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી ટાણે પંચાયતોને કામોના નાણાં ચૂકવણીમાં હાલાકી

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી બહુલ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની ગ્રામ પંચાયતોમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલા બાંધકામ તેમજ અન્ય કામોના નાણાં ચૂકવણીમાં ઓનલાઈન સેવા ઠપ થતાં ભારે સમસ્યા સર્જાવા પામી છે. દિવાળી ટાણે સર્જાયેલી ટેકનિકલ સમસ્યાને લઈને ગ્રામ પંચાયતોને દશેરાના દિવસે જ ઘોડાના દોડતાં કોન્ટ્રાક્ટરો અને કારીગરો તેમજ માલ-સમાનનું ચુકવણું કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વિસ્તારના સરપંચોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી ઠપ થઈ ગયેલી ઓનલાઈન સેવન લીધે બરાબર દિવાળી ટાણે જ બધા ચૂકવણા અટકી પડ્યા છે. સંબંધિત વિભાગ દ્વારા આ સંદર્ભની જરૂરી માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવું વિસ્તારની ગ્રામ પંચાયતો અને કોટ્રાક્ટરો ઇચ્છી રહ્યા છે. આ અંગે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી હાર્દભાઈ યુ.શાહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ સંદર્ભે તાત્કાલિક ઉકેલ આવે એ માટે સત્વરે ઘટતી કાર્યવાહી હાથ ધરીને વહેલી તકે સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરાશે.

અન્ય સમાચારો પણ છે...