તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પસંદગીના નંબર:સાબરકાંઠા RTOમાં પસંદગીના નંબરો માટે ઓનલાઇન પ્રક્રિયા

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા આરટીઓ કચેરીમાં વાહનમાલિકોને પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાઇ છે. જે તા. 10 સુધી ચાલુ રહેશે.

સા.કાં. આરટીઓ કચેરી દ્વારા પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઈન ઈ - ઓક્શન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે સીરીઝ જી.જે-09-ડી.એફ, ડી.ઇ., ડી.જે તથા ફોર વ્હીલર વાહન ચાલકો માટે જી.જે-09-બી.જી.,બી.એચ., બી.જે. માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટે ઓનલાઇન ઇ-ઓક્શન પ્રક્રિયા તા. 09-09-21 થી 10-09-21 સુધીમાં હોવાથી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તા.11-09-21 ના સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે અને આ દિવસે સાંજે 5.01 વાગ્યે ઓનલાઇન હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોને ઓનલાઇન જ નંબર ફાળવી દેવાશે જેની જાણ ઉમેદવારોને મો.નંબર અને ઇ-મેઇલ પર કરાશે.

અન્ય સમાચારો પણ છે...