તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર વડાલી તાલુકાની થેરાસણા બેઠક માટે કોંગ્રેસના બે મેન્ડેટ રજૂ થતાં ખળભળાટ મચી ગયો હતો. નક્કી કરેલ ઉમેદવાર માટે કોંગ્રેસના મેન્ડેટ અધિકારીનો દાખલો રજૂ કર્યા બાદ ફોર્મ માન્ય થયા બાદ કોંગ્રેસના ઉચ્ચ રાજકારણીની સંડોવણીથી લાખોમાં મેન્ડેટ વેચાયાની કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યુ કે નોટિસ આપી મેન્ડેટ કેવી રીતે મેળવ્યુ તેનો ખૂલાસો પૂછ્યો છે અને પ્રદેશ પ્રમુખની સૂચનાથી કાર્યવાહી પણ કરાશે.
સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન થેરાસણા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પ્રફુલભાઇ બધાજી ખાંટ અને વિજયભાઇ માધાભાઇ પટેલ બંનેએ કોંગ્રેસના મેન્ડેટ રજૂ કર્યાનુ ધ્યાન પર આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સાથે વાતચીત કરતા પ્રફુલભાઇ ખાંટને જ મેન્ડેટ આપ્યાનુ જણાવતા કોંગ્રેસના મેન્ડેટ અધિકારીનો દાખલો રજૂ કરતાં પ્રફુલભાઇનુ મેન્ડેટ માન્ય રખાયુ હતુ. કોંગ્રેસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિજયભાઇ પટેલ તેમની મેધ બેઠક બદલાતા આદિજાતિ બેઠક આવતા શુક્રવારે થેરાસણા બેઠક પર ફોર્મ ભરી આવ્યા હતા અને શનિવારે સવારે ચૂંટણી વિભાગમાં કોંગ્રેસનુ મેન્ડેટ પણ રજૂ કરી આવ્યા હતા.
પરંતુ સોમવારે ભાંડો ફૂટ્યો હતો. નોંધનીય છે કે મેન્ડેટ અસલી જ છે પરંતુ કોણે અને કેવી રીતે મેન્ડેટ વિજયભાઇ સુધી પહોંચ્યુ તેની ચર્ચાઓએ જોર પકડ્યુ છે અને મોટાભાગના નેતા વિરુદ્ધ લાખોમાં મેન્ડેટના સોદા કરાયાના અંગુલિ નિર્દેશ થઇ રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષ દ્વારા અધિકૃત રીતે પ્રફુલભાઇ બધાભાઇને ઉમેદવાર જાહેર કરાયા હતા. વિપુલભાઇ માધાભાઇ પટેલે રજૂ કરેલ મેન્ડેટ ક્યાંથી મેળવ્યુ, કેવી રીતે મેળવ્યુ અને કોના કહેવાથી રજૂ કર્યું તેનો દિન-3 માં ખુલાસો કરવા નોટિસ આપી છે અને પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર આગળની કાર્યવાહી પણ કરાશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.