તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અન્ય વાહનને સાઇડ આપવા જતાં કાર પલટી જતાં એકનું મોત

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હિંમતનગર-ઇડર હાઇવે પર તેજપુરા ગામ પાસેનો બનાવ
 • દરામલી ગામના ત્રણ જણા જમવા કારમાં નીકળ્યા હતા

હિંમતનગર -ઇડર હાઇવે પર છ એક દિવસ અગાઉ અન્ય વાહનને સાઇડ આપવા બાબતે તેજપુરા નજીક કાર પલટી ખાઇ જતાં યુવકનું સારવાર દરમિયાન મોત થતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ગત તા. 23-12-20 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે દરામલીના સંજયકુમાર ધુળાભાઇ પટેલ, મિતેશકુમાર ભગાભાઇ પટેલ અને મિતેષકુમાર બાબુભાઇ પટેલ આઇ ટ્વેન્ટી કાર નં. જી.જે-9-બી.ડી-7537 લઇને જમવા માટે નીકળ્યા હતા અને સંજયકુમાર પટેલ કાર ચલાવી રહ્યા હતા

અને સાડા સાતેક વાગ્યે તેજપુરા નજીક સર્વોદય હોટલ પાસે અન્ય કારને સાઇડ આપવા દરમિયાન સંજયકુમારે સ્ટિયરીંગ પરનું કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઇ ગઇ હતી અને ત્રણેય જણાને ઇજાઓ થઇ હતી. અકસ્માતને પગલે દોડી આવેલ લોકોએ ત્રણેય યુવકને સારવાર અર્થે હિંમતનગર પહોંચાડ્યા હતા જેમાં મિતેષ ભગાભાઇ પટેલનુ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવા અંગે જીતેન્દ્રકુમાર જયંતીલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો