પોલીસનો દાવો:ઇડર તાલુકામાં ચંદનના વૃક્ષો ચોરનારા પોલીસની રડાર પર

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન પાસીંગની શંકાસ્પદ ગાડીનો ક્લૂ મળતાં LCBએ એડીચોટીનું જોર લગાવ્યું
  • ગણતરીના કલાકોમાં જ ચોરોને પકડવાનો પોલીસનો દાવો

ઇડર તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા ચારેક વર્ષથી ચંદનના ઝાડ કાપી અંધારામાં ઓગળી જતાં વિરપ્પનોએ છેલ્લા દસ દિવસમાં તમામ હદો પાર કરતાં તાજેતરમાં ઇડર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયેલા રાજસ્થાન પાસીંગની શંકાસ્પદ ગાડીનો ક્લૂ મળતાં સાબરકાંઠા એલસીબીએ એડીચોટીનું જોર લગાવી દેતા બે થી પાંચ ચંદનચોર રડાર પર આવી ગયા છે અને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાનો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે.

ઇડર તાલુકાના લાલોડા, વસઈ, નેત્રામલી સહિતના ગામમાં દસકાઓ પૂર્વે ચંદનની ખેતી કરાઇ છે અને ખેડૂતોએ સેંકડો વૃક્ષ વાવ્યા હતા. આ વૃક્ષ હવે લગભગ તૈયાર થઈ ગયા છે. ચારેક વર્ષ દરમિયાન ચંદનના સુગંધીદાર થડ કાપીને લઈ જવાની 12 થી વધુ ઘટનાઓ બની છે. તાજેતરમાં વિરપ્પનોએ તરખાટ મચાવતાં સતત ત્રણ દિવસ રાત્રે ચંદનના વૃક્ષ કાપી સરળતાથી અંધારામાં ઓગળી ગયા હતા ચંદન ચોરીની ઘટનાઓ બનતાં ઇડર પોલીસ હરકતમાં આવી હતી અને તાજેતરમાં રાજસ્થાન પાસીંગની શંકાસ્પદ ગાડી પોલીસને ચકમો આપી ફરાર થતાં એલસીબીને સૂચિત કરતાં એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચંદન ચોરોની ઓળખ કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યું છે અને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે થી પાંચ ચંદન ચોરને ઝડપવા વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

નેત્રામલી-વસાઈમાં ચંદન ચોરીની ત્રણ ફરિયાદ
ઇડરના નેત્રામલીના ભૌમિકભાઈ અરવિંદભાઈ પટેલના ખેતરમાંથી તા.13 - 14 જૂલાઈની રાત્રી દરમિયાન બે ઝાડ કાપી, મૌલિકભાઈ ના ખેતરમાંથી એક ઝાડ કાપી અને રણવીરસિંહ કેશરીસિંહ કુંપાવતના ખેતરમાંથી બે ઝાડ કાપી તથા વસઇના આશિષકુમાર કનૈયાલાલ દેસાઈના ખેતરમાંથી તા. 02-08-21 ની રાત્રી દરમિયાન બે ઝાડ કાપી જતાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે.

ટૂંક સમયમાં જ ચંદનચોરો પકડાઇ જશે
ઇડર પોલીસ અને એલસીબીની ટીમોથી ચંદનચોરો પકડ થી થોડાક દૂર છે. ત્યારે ઇડર પીઆઈ જે. એ. રાઠવા .એ જણાવ્યું કે ઇડર પોલીસ અને એલસીબી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ ચંદનચોરો પકડાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...