• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • On The First Day In North Gujarat, 1,35,309 Students Between The Ages Of 15 And 18 Were Given The First Dose Of Covacin, The Message Of The Students: Get Vaccinated

છાત્રોનો સંદેશ: હસી-ખુશી રસી લો:પ્રથમ દિવસે સાબરકાંઠામાં 19058 ના લક્ષાંક સામે 24 હજારથી વધુ અને અરવલ્લીમાં 12હજારના લક્ષાંક સામે 21હજાર વિદ્યાર્થીઓનું રસીકરણ

હિંમતનગર/મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇમાં ઓરણ હાઈસ્કૂલ-તાજપુર સાર્વ.વિભાગ હાઈસ્કૂલમાં છાત્રોએ હસતા ચહેરે રસી લીધી - Divya Bhaskar
તાજપુરકૂઇમાં ઓરણ હાઈસ્કૂલ-તાજપુર સાર્વ.વિભાગ હાઈસ્કૂલમાં છાત્રોએ હસતા ચહેરે રસી લીધી
  • બાળકોએ હસતા મોઢે કહ્યું, કોરોનાને હરાવવાનો વેક્સિન જ એકમાત્ર ઉપાય
  • ઉત્તર ગુજરાતમાં પ્રથમ દિવસે 15 થી 18 વર્ષના 1,35,309 વિદ્યાર્થીઓને કોવેક્સિનનો પ્રથમ ડૉઝ અપાયો
  • 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન મહાકુંભ

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારથી 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન કરવા અભિયાન હાથ ધરાયું હતું. પ્રથમ દિવસે 12 હજારના લક્ષ્યાંક સામે આરોગ્ય વિભાગે 21હજાર જેટલા બાળકોને વેક્સિનેશન કરીને પ્રથમ દિવસે 32 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી હોવાનું નાયબ આરોગ્ય અધિકારી એબી પટેલે જણાવ્યું હતું. જિલ્લામાં 15 થી 18 વર્ષના 64 હજાર ઉપરાંત બાળકો નોંધાયા છે. જિલ્લાની 218 સ્કૂલોમાં સ્કૂલોમાં વેક્સિનેશન કામગીરી હાથ ધરાઇ હતી.

જિલ્લાના મોટા શહેરો અને તાલુકા મથકોએ 32 ટકા એટલે કે 21હજાર બાળકોને પ્રથમ દિવસે વેક્સિનેશન હેઠળ આવરી લેવાયા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું.સા.કાં.માં શાળા પરિવાર અને અરોગ્યની ટીમોના કાઉન્સેલિંગ બાદ રાજ્ય સરકારે આપેલ 19058 ના લક્ષ્યાંકની સામે 24177 વિદ્યાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં સફળતા મળી હતી. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે સ્ટેટમાંથી 19058 નો લક્ષ્યાંક અપાયો હતો. તેની સામે સ્થાનિક સ્તરે 30 હજારનું લક્ષ્યાંક નક્કી કરી 24177 વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

પ્રાંતિજની જ્ઞાનદીપ હાઈ.માં મિત્રએ મિત્રને પકડી રસી અપાવી.
પ્રાંતિજની જ્ઞાનદીપ હાઈ.માં મિત્રએ મિત્રને પકડી રસી અપાવી.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યુ કે દિવસ દરમિયાન કામગીરીમાં કેટલાક કિસ્સામાં 15 વર્ષ પૂરા થતા ન હતા. ડેટા એન્ટ્રીમાં પણ વિલંબ થતો હોવાનું ધ્યાન પર આવ્યુ છે. ભૂખ્યા પેટે આવેલ બાળકને સામાન્ય ચક્કર જેવા બે કિસ્સાને બાદ કરતા રસીની કોઇ પણ જાતની આડઅસર જોવા મળી નથી. રાજ્ય દ્વારા અપાયેલ 19058 ના લક્ષ્યાંક સામે 126.86 ટકા વેક્સિનેશન કર્યું હતુ સ્થાનિક તંત્રના લક્ષ્યાંકની દ્રષ્ટીએ 77 ટકા વેક્સિનેશન કર્યું હતું.

અમુક છાત્રોને માથુ દુ:ખવાના પ્રશ્નો સામે આવ્યા
પ્રાંતિજની સર્વોદય કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલે જણાવ્યું કે અમુક વાલી રસી મૂકાવવા ના પાડી રહ્યા હતા. તો અમુક વિદ્યાર્થીને રસી લીધા પછી માથું દુખવાના પ્રશ્નો સામે આવ્યા હતા.

ઉ. ગુ.માં થયેલ રસીકરણ

મહેસાણા27790
પાટણ608
બનાસકાંઠા39911
સાબરકાંઠા24000
અરવલ્લી21000
કુલ135309

સાબરકાંઠા રસીકરણ

તાલુકોલક્ષાંકપ્રથમડોઝટકાવારી
પ્રાંતિજ3120300596
તલોદ2170199292
ઇડર6840270086
વડાલી1510128585
પોશીના121189474
ખેડબ્રહ્મા3970270068
હિંમતનગર9562640467
વિજયનગર3160198363
કુલ315432417777

રસી કરતાં સોયની વધુ બીક હતી
હિંમતનગર અર્બન સેન્ટરના સુપરવાઇઝર દિલાવરભાઇએ જણાવ્યું કે ઇન્જેક્શન આપવુ અમારા માટે રોજનુ છે પરંતુ વેક્સિન આપતી વેળા છાત્રાઓમાં સોયનો ડર જોવા મળ્યો હતો. વેક્સિન કરતાં સોયની વધુ બીક હતી. શિક્ષકગણની સહાયથી ડર દૂર કરાયો હતો.

ભિલોડાની કલ્યાણપુરા હાઈસ્કૂલમાં વેક્સિનેશન બાદ ચાર બાળકીઓની તબિયત લથડતાં સારવાર અપાઇ
ભિલોડાની કલ્યાણપુરા હાઈસ્કૂલમાં વેક્સિન લીધા બાદ એકાએક ચાર વિદ્યાર્થીનીઓની તબિયત લથડતાં તેમને ચક્કર આવવાના તેમજ શ્વાસમાં તકલીફ પડવાની અને પગમાં કમજોરી આવવાની ફરિયાદ કરતાં તાત્કાલિક સારવાર માટે તેમને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થિનીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા અપાઈ હોવાનું જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

પોશીનામાં રસી લેવા સમજાવવામાં મહેનત કરવી પડી
પોશીના| પોશીનામાં વેક્સિન લેવા માટે આરોગ્ય વિભાગના કર્મચારી તથા શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમજાવવા માટે મહેનત કરવી પડી હતી. દંત્રાલના ડાભી દિનેશભાઈ ભુલાભાઈ તથા રાજેન્દ્રભાઈ અર્જુનભાઈ તેમના સંતાનો ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરે છે તેઓએ સંતાનોને વેક્સિન માટે શાળામાં આવી સંમતિ આપી અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને વેક્સિન માટે સંમતિ આપવા સમજાવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ રસી લેનાર વિદ્યાર્થી
હિંમતનગરની માણેક કૃપા વિદ્યા મંદિરના વિદ્યાર્થીને સોમવારે સવારે સાબરકાંઠામાં વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

પ્રાંતિજનામાં 18 સેન્ટર અને ગ્રામીણ વિસ્તારના 39 સેન્ટર એમ કુલ મળીને 57 સેન્ટરમાં તારીખ 3 અને 4 જાન્યુઆરી ના રોજ 7203 વિદ્યાર્થીઓને રસી અપાશે. બે દિવસ માટે 72 કર્મચારીઓ રસીકરણ અભિયાનમાં કાર્યરત થયા છે. જ્ઞાનદીપ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી.

ખેડબ્રહ્મામાં આરોગ્ય વિભાગે શાળાઓમાં અભ્યાસ કરતાં 15 થી 18 વર્ષ ના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત સોમવારથી કરી હતી. કાર્યક્રમની શરૂઆત શેઠ કે.ટી. હાઇસ્કૂલના હૉલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શરૂ કરાઇ હતી. આ પ્રસંગે જી.આ. સમિતિના શંકરભાઈ બેગડિયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, શાળાના પ્રમુખ અશ્વિનભાઈ જોશી, આચાર્ય વિભાશભાઇ રાવલ, તાલુકા હેલ્થ અધિકારી આર.ડી.ગોસ્વામી ઉપસ્થિત રહી રસીકરણ શરૂ કરાવ્યુ હતું. ખેડબ્રહ્માની શેઠ કેટી હાઇસ્કૂલ, જ્યોતિ વિદ્યાલય , જે.ડી.પટેલ હાઇસ્કૂલ, સેંટ જોન, આદર્શ નિવાસી કન્યા શાળા, કન્યા વિદ્યાલય, ચાણક્ય વિદ્યાલય , ઉ.બુ.આશ્રમશાળા, ગ્રેવીટી સ્કૂલ, આઈ.ટી.આઈ. સહિતની સંસ્થાઓના 3129 બાળકોને રસી અપાશે.

મોડાસાની કે.એન. શાહ અને સર્વોદય સ્કૂલમાં વેક્સિન માટે બાળકો ઉત્સાહ સાથે કતારમાં ઉભા હતા

ઇડરના લાલોડાની સ્વામિનારાયણ માધ્યમિક હાઈસ્કૂલમાં સોમવારે 15 થી 18 વર્ષના વયજૂથ વાળા વિદ્યાર્થીઓને સરકારની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

બડોલીની હિંગવાલા હાઇસ્કૂલના 15 થી 18 વર્ષના ધો.10,11,12 ના 500 કિશોર કિશોરીઓને 3 જાન્યુઆરી ને સોમવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન અપાઈ હતી. કાર્યક્રમ માં ડૉ. સીમા મેમણ, એફએચડબ્લ્યુ હસીનાબેન મન્સૂરી, એમપીએચડબ્લ્યુ પ્રકાશભાઈ પરમાર સહિત આશાવર્કર દ્વારા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરાઈ હતી.

માલપુરની પી. જી. મહેતા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના આધારકાર્ડ સાથે બોલાવી રસી લેવા રજિસ્ટ્રેશન કરાયું હતું. રસીકરણ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે માલપુર યુવા મોરચાના પ્રમુખ કશ્યપ પટેલે તમામ બાળકોને બિરદાવ્યા હતા.

સલાલ: પ્રાંતિજ તાલુકાની રસુલપુર ગામે આવેલ ધી ફ્રેન્ડસ હાઈસ્કૂલમાં સોમવારે 15 થી 18 વર્ષ વયજૂથના વિદ્યાર્થીઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

સરકારી વિનયન-વાણિજ્ય કોલેજ કડોલી (મુનપુર પાટિયા) માં વેક્સિનેશન કાર્યક્રમ આચાર્ય ર્ડા. ગીતાબેન લાડવાના માર્ગદર્શનમાં કરાયુ હતું.

ધનસુરા નવોદય વિદ્યાલયમાં તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી અને ભેંસાવાડા મેડિકલ ઓફિસર મૌલિકભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રસીકારણ કાર્યક્રમ યોજાયો હતો. નવોદયના આચાર્ય પ્રવિંદ ક્રિષ્ણન હાજર હતા.

સોમવારે હિંમતનગરની માણેકકૃપા, વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવી રસી લીધી હતી. કલેક્ટર હિતેશ કોયા,આરોગ્ય અધિકારી ડો રાજેશ પટેલ,ડૉ જયેશ પરમાર, ટ્રસ્ટી ગીરીરાજ પંડયા,પ્રિન્સિપાલ ગાયત્રી સિન્હા વગેરે ઉત્સાહિત જોવા મળ્યા હતા.

મોડાસાના રાજલી ઉ.બુ.હાઈસ્કૂલમાં કુમાર એચ.આર.ગારડી વિદ્યાલય રાજલીમાં રસીકરણ યોજાયુ હતું. જેમાં સમીરભાઈ નાયબ ડી પી ઓ ઉપસ્થિત રહ્યા. 86 ટકા વેક્સિનેશન થયું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિનુભાઈ પટેો શાળા પરિવાર વતી સમગ્ર આરોગ્ય ટીમને આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વિજયનગર તાલુકામાં 3981 લક્ષાંકિત સામે સાંજના 4 વાગ્યા સુધીમાં 1450 છાત્રોને રસી આપી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ. એમ. ચૌહાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...