સાબરકાંઠા જિલ્લામાં રવિવારે નવા 16 કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસની સંખ્યા 172 થઈ છે.આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 08, ઇડર તાલુકામાં 05, તલોદ તાલુકામાં 02 અને પોશીનામાં એક કેસ નોંધાયો હતો જ્યારે ઇડર તાલુકામાં 67 વર્ષીય વૃદ્ધને સારવાર અર્થે દાખલ કરાયા છે. અરવલ્લી જિલ્લામાં રવિવારે મેઘરજ અને માલપુરમાં 5 પુરુષ અને 1 મહિલા સહિત 6 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જોકે દર્દીઓમાં ઘટાડો નોંધાવાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા 50% આરટીપીસીઆરમાં ઘટાડો કરાયો હતો.
શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 1223 લોકોના આરટીપીસીઆર કરાયા હતા. જ્યારે રવિવારે તેમાં 50 ટકા ઘટાડો કરીને 612 લોકોના આરટીપીસીઆર કર્યા હોવાનું જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં વધુ છ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 464 પહોંચી છે આ દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં 372 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. સાથે સાથે જિલ્લામાં 28 દિવસ એક્ટિવ હોવાનું નોંધાયું છે.સાબરકાંઠામાં શહેરી વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે.
રવિવારે 16 નવા કેસ નોંધાયા હતા અને એ સ્થિતિએ શહેરી વિસ્તારોમાં એક્ટિવ કેસની સંખ્યા 28 થઈ છે તથા ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટિવ કેસની સંખ્યા 144 સુધી પહોંચી છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડરના મસાલ ગામના 67 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે 15 દર્દીઓ હોમઆઇસોલેટ છે જેમાં ચાર વૃદ્ધ અને 15 થી 17 વર્ષના બે કિશોર નો સમાવેશ થાય છે.
એપેડેમીક ઓફીસર ડોક્ટર મુકેશ કાપડિયાએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન નવ દર્દીઓ સાજા થતાં અને નવા 16 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 172 થઈ છે જેમાં હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ 58 અને ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 44 કેસનો સમાવેશ થાય છે.
અરવલ્લીમાં નવા 6 કેસ
1) 45 પુરુષ, પરમારફળી, અદાપુર મેઘરજ.
2) 25 સ્ત્રી, ફેરાફાલી, વલુણા, મેઘરજ.
3) 40 પુરુષ, કટારફળી, ભેમાપુર, મેઘરજ.
4) 38 પુરુષ, ઠાકોરફળી, અંબાવા માલપુર
5) 59 ઠાકોરફળી, કોયલીયા, માલપુર.
6) 51 પુરુષ, બગીચા પાસે, માલપુર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.