કોરોના અપડેટ:શુક્રવારે સાબરકાંઠા જિલ્લામાં 28 અને અરવલ્લી જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા

હિંમતનગર,મોડાસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગત વર્ષે સા.કાં.માં 28 કેસ નોંધાતાં 2 મહિના લાગ્યા હતા, આ વર્ષે એક જ દિવસમાં આટલા કેસ નોંધાયાં
 • હિંમતનગરમાં 15, ઇડરમાં 8, વડાલીમાં 3, ખેડબ્રહ્મા - તલોદમાં 1- 1 કેસ, મોડાસામાં 7, બાયડમાં 2, માલપુરમાં 1, અને ધનસુરામાં 1 કેસ નોંધાયો
 • ​​​​​​​હિંમતનગરની ઝેવિયર્સ અને ફેઇથ હાઇસ્કૂલના 1 - 1 અને વડાલીની શારદાબેન હાઇસ્કૂલનો 1 શિક્ષક સંક્રમિત, સા.કાં.માં 87 અને અરવલ્લીમાં 33 એક્ટિવ કેસ

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે એક દિવસમાં 28 કેસ નોંધાતાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે 15 દિવસમાં આટલા કેસ એક જ દિવસમાં નોંધાયા છે. સા.કાં. જિલ્લામાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન 91 કોરોના કેસ નોંધાયા છે તે પૈકી 6 વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને છ દર્દી સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં 28 કેસ નોંધાતાં ફફડાટ વ્યાપી ગયો છે હોટસ્પોટ હિંમતનગરમાં 15, ઇડરમાં 8, વડાલીમાં 3 અને ખેડબ્રહ્મા - તલોદમાં એક - એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેને પગલે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 87 થઇ ગઇ છે. અને પ્રતિદિન માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ 11 કેસ નોંધાતા છેલ્લા 5 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 પહોંચી છે.

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લામાં 90 ટકા લોકોએ વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે અને લક્ષાંકના 7.5 ટકા લોકોએ વેક્સિન લીધી નથી જેને પગલે સંક્રમણ ફેલાવાની સંભાવનાઓ મહત્તમ બની ગઇ છે. જોકે છેલ્લા બે સપ્તાહમાં નોંધાયેલા 91 પોઝિટિવ દર્દીઓ પૈકી 76 જિલ્લાજનોએ વેક્સિનના બે ડોઝ લઇ ચૂક્યા હતા. એપેડેમીક ઓફિસર ર્ડા. મુકેશ કાપડીયાએ જણાવ્યુ કે હિંમતનગર ઝેવિયર્સ અને ફેઇથ હાઇસ્કૂલના એક - એક અને વડાલીની શારદાબેન હાઇસ્કૂલનો એક શિક્ષકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના અંતર્ગત શનિવારે નિર્ણય લેવામાં આવનાર છે.

શુક્રવારે નોંધાયેલ 28 કેસ પૈકી 50 થી 60 વયજૂથમાં 12 અને 60 વર્ષથી ઉપરના 05 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જેમાં 15 પુરૂષ અને 13 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. હોટ સ્પોટ હિંમતનગરમાં એક્ટિવ કેસની સંખ્યા 62 થઇ ગઇ છે. 28 પૈકી ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મોડાસા શહેરના જુદાજુદા વિસ્તારના 7 અને માલપુરના 1 બાયડમાં 2 અને ધનસુરાના એક દર્દી બે દિવસ અગાઉ બીમારીમાં સપડાયા હતા ઉપરોક્ત દર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં શુક્રવારે તેમના આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ કરાવતાં ઉપરોક્ત દર્દીઓમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 11 દર્દીઓ નોંધાતા છેલ્લા પાંચ દિવસમાં જિલ્લામાં કોરોનાના 33 દર્દીઓ નોંધાયા છે આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ લેવા કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર શહેરમાં અહીં સૌથી વધુ કેસ

 • વોરવાડ / પોલોગ્રાઉન્ડ : 15
 • મહાવીરનગર : 23
 • મોતીપુરા : 06
 • બજાર/બગીચા વિસ્તાર : 06
 • સહકારીજીન વિસ્તાર : 04
 • દેરોલ : 04
 • ઝહીરાબાદ : 03

કુલ 91 કેસમાંથી 76 જણાંએ વેક્સિન લીધી છતાં સંક્રમણ લાગ્યું, 91 માંથી માત્ર 6 ને દાખલ કરાયાં, 6 દર્દી સ્ટેબલ
કુલ 91 સંક્રમિતો પૈકી 8 બાળકો સંક્રમિત થયા

સાબરકાંઠામાં છેલ્લા બે સપ્તાહમાં 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. 60 વર્ષથી ઉપરના 19, 50 થી 60 વયજૂથમાં 19 અને 8 થી 17 વયજૂથમાં 8 બાળકો સંક્રમિત થયા છે. મતલબ, 9 ટકા બાળકો સંક્રમિત થયા છે. સંક્રમિત 91 પૈકી 8 બાળકોને બાદ કરતાં 76 જણાંએ વેક્સિન લીધી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સાબરકાંઠામાં 18 નવા માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન
સાબરકાંઠા જિલ્લામાં બે સપ્તાહ જેટલા ટૂંકા સમયગાળામાં 91 કેસ નોંધાઇ જતાં આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ વહીવટી તંત્ર દ્વારા 18 નવા માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં સૌથી વધુ હિંમતનગર શહેરમાં 11 માઇક્રોકન્ટેન્ટમેન્ટ બની ચૂક્યા છે.

બુસ્ટર ડોઝ....સાબરકાંઠામાં 68 હજારથી વધુને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનું આયોજન
10 ડિસેમ્બરથી નવી લહેર શરૂ થઇ જતાં બૂસ્ટર ડોઝના નામથી પ્રચલિત વેક્સિનનો ત્રીજો ડોઝ હવે પ્રિકોશન ડોઝ તરીકે ઓળખાશે. સાબરકાંજિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યું કે 10 જાન્યુઆરીથી જિલ્લામાં પ્રિ-કોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60 પ્લસ કોમોરબીડ નાગરિકો મળી 68 હજારથી વધુને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનું આયોજન કરાયું છે.

મોડાસામાં એસપી બેંગ્લોઝને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકાયો
અરવલ્લી કલેક્ટર દ્વારા ગુરુવારે કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા એસપી બેંગ્લોઝને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાતાં આ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં આવેલા દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું આરોગ્ય વિભાગ વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઇ હતી.

મોડાસા શહેરમાં સાબરમતી ગેસ એજન્સીના બે કર્મીઓને કોરોના
મોડાસામાં સાબરમતી ગેસ એજન્સીમાં ફરજ બજાવતાં બે કર્મીઓને કોરોના પોઝિટિવ આવતાં મોડાસા શહેરમાં હડકંપ મચી ગયો હતો કારણકે ગેસ એજન્સીમાં ફરજ બજાવતા કર્મીઓના સંપર્કમાં આવેલા ગ્રાહકો અને ઓફિસમાં કામકાજ માટે આવેલા અન્ય ગ્રાહકોમાં કોરોનો ફફડાટ ફેલાયો હતો.

અરવલ્લી જિલ્લાના માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન
મોડાસાના ક્લાસિક એપાર્ટમેન્ટ, એસ.પી.બંગ્લોઝ, કોરલ સિટી, ખડાયતા બોર્ડીગ વિસ્તાર, બાયડ શહેરના સહજાનંદ સોસાયટી, માલપુર ગામના પંડ્યાવાસ તથા મોડાસાના હફસાબાદ અને બોરકંપા વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકવાની દરખાસ્ત આવતા અધિક કલેક્ટર એન.ડી.પરમારે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા નિયંત્રિત વિસ્તારતરીકે જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના 28 સંક્રમિત દર્દીઓ

​​​​​​​હિંમતનગર :
લાભ ગ્રીન્સ સોસા. (41) સ્ત્રી
ઓમ બંગ્લોઝ (67) સ્ત્રી
આંબાવાડી (40) સ્ત્રી
તુલસી લેન્ડમાર્ક સોસા. (38) સ્ત્રી
શ્યામસુંદર સોસા. (24) પુરૂષ
સિલ્વરપાર્ક સોસા. (60) પુરૂષ
મહાવીરનગર સોસા. (52) પુરૂષ
સિલ્વરપાર્ક સોસા. (56) પુરૂષ
93-રાજતીર્થ હડિયોલ રોડ (39) સ્ત્રી
શ્યામસુંદર સોસા. કાંકરોલ (41) સ્ત્રી
હડીયોલ (27) સ્ત્રી
શ્રધ્ધાપાર્ક (41) પુરૂષ
ઘોડાફાર્મ મહેતાપુરા (56) સ્ત્રી
ઘોડાફાર્મ મહેતાપુરા (58) સ્ત્રી
વિજય સોસા. (57) પુરૂષ
ઇડર :
ચિત્રોડા (53) પુરૂષ
બરવાવ (56) પુરૂષ
બરવાવ (56) પુરૂષ
પૃથ્વીપુરા (63) પુરૂષ
વડિયાવીર (68) સ્ત્રી
અરોડા (55) પુરૂષ
મોહનપુરા (55) પુરૂષ
ચિત્રોડા (42) પુરૂષ
વડાલી :
પોસ્ટઓફિસ નજીક (43) સ્ત્રી
સવાસલાકંપા (60) પુરૂષ
સવાસલાકંપા (58) પુરૂષ
ખેડબ્રહ્મા :
ખેડબ્રહ્મા (25) પુરૂષ
તલોદ
આંજણા (59) સ્ત્રી

અન્ય સમાચારો પણ છે...