તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપોત્સવનો આનંદ:દિવાળીએ હિંમતનગરમાં મંદિરો, ઇમારતો પર ઝગમગતી રોશની

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હનુમાન મંદિર - Divya Bhaskar
હનુમાન મંદિર

નકારાત્મક ઉર્જાને જાકારો આપી હકારાત્મક ઉર્જા પ્રસરાવતા રોશની અને પ્રકાશનું પર્વ ગણાતા દિપોત્સવ - દિવાળી પર્વનો પ્રારંભ થતાં જ હિંમતનગર શહેરમાં દિવાળીની રોનકનો ઝગમગાટ જોવા મળી રહ્યો છેે. મહામારી મંદી મોંઘવારીની વાતોને ખમીરવંતી જિલ્લાની પ્રજાએ હાંશિયામાં ધકેલી પૂરા ઉત્સાહ અને ઉમંગથી છેલ્લા ચાર-પાંચ દિવસથી ધૂમ ખરીદી કરતા વેપારીઓ સહિત તમામમા નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. હિંમતનગર શહેરમાં મંદિરો, ઇમારતો પર ઝગમગતી રોશનીથી નવા જોશ અને ઉમ્મીદ સાથે શહેર ઝળહળી ઉઠ્યું છે.

પાલિકા બિલ્ડીંગ
પાલિકા બિલ્ડીંગ

સુખ સમૃદ્ધિ અને નવી ઊર્જાના પ્રતિક સમાન દિવાળી પર્વની શનિવારથી ધામધૂમથી જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી પર્વનું અનેરું મહત્વ છે. સાયંકાળે નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધી જતું હોય છે અને દીપ પ્રાગટ્ય થતાં તેના ઉજાસ થી નકારાત્મકતા દૂર થાય છે અને હકારાત્મક ઉર્જા વિચારોનો સંચાર થાય છે દિવાળી સુખ સમૃદ્ધિ અને નવી આશાઓ તથા નવા સ્વપ્ન સાકાર કરવાનો તહેવાર છે શનિવારે બપોરે ચૌદસ પૂર્ણ થયા બાદ દિવાળીનું પર્વ શરૂ થઈ ગયું હતું. ટાબરિયા, યુવાનોએ ફટાકડા ફોડી આતશબાજી કરીને તથા મોટેરાઓએ ઘર ઓફિસ વગેરે સ્થળોએ દીવડા પ્રગટાવી પ્રકાશને આવકાર્યું હતું.

ગાયત્રી મંદિર
ગાયત્રી મંદિર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો