તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:તબીબો સાથે નર્સિંગ સ્ટાફ પણ હડતાળ પર ઉતરી કોવિડ,નોન કોવિડની કામગીરીથી અળગા રહ્યા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બુધવારે તબીબો સાથે નર્સિંગ સ્ટાફ પણ તેમની પડતર મંાગોને કારણે હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહ્યા - Divya Bhaskar
બુધવારે તબીબો સાથે નર્સિંગ સ્ટાફ પણ તેમની પડતર મંાગોને કારણે હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહ્યા
  • હિંમતનગર સિવિલના તબીબોની 14 પડતળ માંગોનો ઉકેલ ન આવતાં હડતાળ પર ઉતર્યો

હિંમતનગર સિવિલમાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતા તબીબોની જુદી જુદી 14 પડતર માંગણીઓ અંગે એક વર્ષથી રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા મંગળવારે 10 જેટલા તબીબોએ ડિનને મળી આવેદન પત્ર આપ્યું હતું અને 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો બુધવારે કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ બુધવારે 80 જેટલા તબીબો સાથે 141 નર્સિંગ સ્ટાફ પણ હડતાળ પર ઉતરી કોવિડ અને નોન કોવિડ સહિતની કામગીરીથી અળગા રહ્યા હતા.

જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે ફરજ બજાવતા તબીબી શિક્ષકો તથા અધિકારીઓ દ્વારા મુળભુત હક્કો માટેનું આવેદન પત્ર તા. 4 મે 2021 ના રોજ સરકારને આપવામાં આવ્યું હોવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તબીબોએ 10 મે ના રોજ ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને હડતાળ સિવાય કોઈ ઉપાય ન રહેતા તા. 12 મે 2021 ના રોજ 12 વાગ્યા થી જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ તબીબ શિક્ષકો તથા તબીબી અધિકારીઓ, તમામ કોવિડ નોન કોવિડ સ્ટાફ કામગીરીથી અળગા રહ્યા હતા.

સાથે જી.એમ.ઈ.આર.એસ. નર્સિંગ સ્ટાફ તેમની સીપીએફ, તબીબી ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, બઢતી, સાતમું પગાર પંચ તમામ નર્સિંગ સ્ટાફ ને લાગુ પડવું જોઈએ, તેમજ જી.એમ.ઈ.આર.એસ. ફરજ બજાવતા કોન્ટ્રાકટ કર્મચારીઓને સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવી વગેરે મુદ્દાઓનો તા. 11/05/21 સુધી નિર્ણય થયો નથી જેથી પડતર માંગણીઓના સંદર્ભે તા.12 /05/21 ના રોજ થી અચોક્કસ મુદતની રજાઓ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અથવા નર્સિંગ એસોસિએશન આંદોલન રદ ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા.

આરોગ્ય તંત્ર અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ભલે કહેતા હોય કે હડતાળની કોઈ જ અસર કોવિડના દર્દીઓને સારવાર ઉપર નહીં પડે પરંતુ કોવિડ કામગીરી કરતા 80 જેટલા ડોક્ટર 141 નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર જતાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. સમાધનકારી વલણ અપનાવવામાં નહીં આવે તો વિકટ પરિસ્થિતિ નિર્માણ થવાની એધાણ વર્તાઈ રહ્યા છે. જીએમઈઆરએસ નર્સિંગ એસો.ના સંગઠન મંત્રી ભાવેશ પટેલે જણાવ્યું કે હિંમતનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં હાલમાં કોન્ટ્રાકટ અને ગવર્મેન્ટ મળી કુલ 280નો સ્ટાફ ઉપસ્થિત છે. જ્યારે 140 હડતાળ પર છે જેથી હોસ્પિટલ માં દાખલ દર્દીઓને સમસ્યા નહિ સર્જાય.

અન્ય સમાચારો પણ છે...