તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ગાંભોઇ-ભિલોડા રોડ પર 11 વર્ષ પૂર્વે અકસ્માત થયેલા બાઇકની નંબર પ્લેટ ખોટી નીકળી

હિંમતનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કબ્જે લીધેલ બાઇકનો નિકાલ કરવા માલિકને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો
 • અસલ નંબરની બાઇકનો માલિક વીમા વળતર કેસમાં ધક્કા ખાતો રહ્યો

હિંમતનગર તાલુકાના ગાંભોઇ - ભિલોડા રોડ પર 11 વર્ષ અગાઉ થયેલ અકસ્માતમાં ચાલકનુ મોત નીપજવાના કિસ્સામાં વીમા વળતર અંગે કરાયેલ કેસમાં અકસ્માત ગ્રસ્ત બાઇકના નંબરનો અસલ માલિક સાત વર્ષથી કોર્ટમાં ધક્કા ખાતો રહ્યો અને પોતાના બાઇકનો અકસ્માત થયો ન હોવાની રજૂઆતો કરતો રહ્યો એટલામાં ગાંભોઇ પોલીસ સ્ટેશનથી અકસ્માત ગ્રસ્ત બાઇકનો નિકાલ કરવા ફોન આવ્યો અને ડૂપ્લીકેટ નંબર પ્લેટનો ભાંડો ફૂટતા બાઇક માલિકે રાહતનો દમ લીધો હતો અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર રસપ્રદ અને બાઇક માલિક માટે દર્દદાયક ઘટનાની વિગત એવી છે કે શહેરની શાંતિકૂંજ સોસાયટીમાં રહેતા પૂજનકુમાર રમેશચંદ્ર જોષીએ તેમનુ બાઇક નં.જી.જે-9-એ.બી-3854 તા. 23/08/13 ના રોજ દલાલને વેચાણ આપી દીધુ હતુ ત્યારબાદ વર્ષ 2013માં અકસ્માત વળતર ચૂકવવા તેમને નોટીસની બજવણી થઇ હતી અને તપાસ કરતાં તા. 19/10/09ના રોજ સાંજે સાતેક વાગ્યે ગાંભોઇ ગામની સીમમાં ભીલોડા જતા રોડ પર બાઇક નં. જી.જે-9-એ.બી-3854 નો અકસ્માત થયો હોવા અંગે કાન્તીભાઇ ધનજીભાઇ કટારાએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થઇ હતી અને વકીલ રોકી બાઇક પોતાનુ ન હોવા અંગે સાત વર્ષથી કોર્ટમાં રજૂઆતો કરી રહ્યા હતા તે દરમિયાન તા. 15/09/20 ના રોજ ગાંભોઇ પોલીસે ફોન કરીને બાઇક નં.જી.જે-9-એ.બી-3854 નો નિકાલ કરવાનુ જણાવતા પૂજનકુમારે ગાંભોઇ જઇ તપાસ કરતાં ડૂપ્લીકેટ નંબર પ્લેટ હોવાનુ પૂરવાર થતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો