તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હિંમતનગરમાં 36 જર્જરીત ઇમારતો ઉતારવા નોટિસ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્જરીત ઇમારતો નહીં ઉતારાય તો દુર્ઘટનાની જવાબદારી મિલકત ધારકની રહેશે: પાલિકા

ચોમાસાની ઋતુને ધ્યાને રાખી હિંમતનગર પાલિક વિસ્તારમાં આવતા મકાનો પૈકી જર્જરિત મકાનો જર્જરીત બાંધકામ ધરાવતી જોખમકારક બનેલ મિલ્કતો ભારે વરસાદ કે અન્ય કોઇ કારણસર બીજાના જાનમાલને નુકસાન ન કરે તે હેતુસર હિંમતનગર પાલિકા દ્વારા 36 જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસો ઈશ્યુ કરાઈ છે. જર્જરીત ઇમારતો નહીં ઉતારાય તો દુર્ઘટનાની જવાબદારી મિલકત ધારકની જવાબદારી રહેશેની પાલિકાએ જણાવ્યું હતું.

પ્રતિવર્ષ પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત ભયજનક હોય એવી જર્જરીત ઇમારતો ઉતારી લેવા સહિતની કલેક્ટર દ્વારા સૂચનાઓ અપાતી હોય છે. પરંતુ જર્જરીત ઈમારતો ઉતારી લેવા પાલિકા દ્વારા નોટિસો અપાયા બાદ તેની પર અમલ થતો નથી ચાલુ વર્ષે પણ જર્જરીત બાંધકામ ધરાવતી મિલ્કતો-મકાનો વરસાદ કુદરતી હોનારત કે અન્ય કારણોસર કોઈના જાનમાલને નુકસાન ન કરે તે હેતુસર જીપીએમસીની કલમ 264 અન્વયે જર્જરીત મિલકતો પડી નાખવા સુરક્ષિત કરવા ઉતારી લઈ અન્યને ભય મુક્ત કરવા આવી મિલકતોના કબજેદાર ,ભોગવટો કરનાર 36 વ્યક્તિને નોટિસ આપી તાકીદ કરાઈ છે કે જર્જરીત મકાનો મિલકતો સંદર્ભે યોગ્ય કરવામાં નહીં આવે અને કોઈ દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકત ધારક ની રહેશે.

વોરવાડમાં પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત મકાન ઉતારાયું
તાજેતરમાં હિંમતનગર પ્રાંત અધિકારી દ્વારા વોરવાડમાં જર્જરીત મિલકતને ઉતારી લેવા હુકમ કરાયા બાદ પાલિકાનો સ્ટાફ જર્જરીત મકાન ઉતારવા પહોંચતા લોકો એકઠા થઇ ગયા હતા અને ગેરવર્તન કરી પાલિકાના સ્ટાફને પરત મોકલ્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગના વિષ્ણુભાઇએ જણાવ્યું કે મિલકત ઉતારી લેવા પ્રાંત અધિકારીનો હુકમ થયેલ હોવાથી પોલીસ પ્રોટેક્શન લઈ જર્જરીત બાંધકામ દૂર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...