તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સાબરકાંઠામાં સતત 25 દી'થી કોરોનાનો એકેય કેસ નહીં

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજ તાલુકામાં છેલ્લા 85 દિવસથી એકપણ કેસ નથી

સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાંથી કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે છેલ્લા 25 દિવસથી એકપણ તાલુકામાં નવો કેસ નોંધાયો નથી અને બીજી લહેર બાદ જનજીવન પણ રાબેતા મુજબ થઇ ગયુ છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિદિન એક હજારથી વધુનું ટેસ્ટીંગ કરાઇ રહ્યુ છે પરંતુ એક પણ વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી.

એપ્રિલ મે દરમિયાન જિલ્લાની પ્રજાએ કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોયા બાદ જૂન મહિનામાં સંક્રમણના વળતાં પાણી થયા બાદ જુલાઇ માસથી કોરોનાએ જિલ્લામાંથી વિદાય લેવી શરૂ કર્યા બાદ 10 ઓગસ્ટે ઇડરમાં છેલ્લો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ છેલ્લા 25 દિવસથી એક પણ નવો કેસ ન નોંધાતા જિલ્લાજનો સહિત આરોગ્ય તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. પ્રાંતિજ તાલુકામાં 85 દિવસથી તો ખેડબ્રહ્મા, પોશીના અને તલોદ તાલુકામાં બે માસ ઉપરાંત સમયથી એક પણ નવો કેસ નોંધાયો નથી ઇડરને બાદ કરતાં બાકીના તાલુકાઓમાં એક માસ ઉપરાંતથી નવો કેસ નોંધાયો નથી જેના પરથી કહી શકાય કે કોરોનાએ વિદાય લઇ લીધી છે.

કયા તાલુકામાં કેટલા દિવસથી કોરોનાનો કેસ નોંધાયો નથી

તાલુકોવિગત
હિંમતનગર33
વડાલી39
ઇડર25
વિજયનગર40
ખેડબ્રહ્મા65
પોશીના64
તલોદ59
પ્રાંતિજ85
અન્ય સમાચારો પણ છે...