તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ગેડમાં થયેલ ધિંગાણામાં 22 મહિલા સહિત 133 સામે નામજોગ ફરિયાદ

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમીના દિવસે ગામમાં વરઘોડો કાઢવાની બાબતમાં થયેલ તકરારની અદાવત રાખી હુમલો કરતાં સામસામે ફરિયાદ નોંધાઈ

પ્રાંતિજ તાલુકાના ગેડ ગામમાં જન્માષ્ટમીના દિવસે વરઘોડો કાઢવાની બાબતમાં થયેલ તકરાર બાદ તેની અદાવત રાખીને બીજા દિવસે મંગળવારે એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા ગામ સમરાંગણમાં ફેરવાઈ જવાની ઘટનામાં પોલીસે 133 જણા વિરૂધ્ધ નામજોગ સામસામી ફરિયાદ નોંધી છે જેમાં 22 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ગેડ ગામના વિષ્ણુસિંહ મદનસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે જન્માષ્ટમીના દિવસે વરઘોડો કાઢવાની બાબતે થયેલ તકરાર બાદ નાગણેશ્વરી માતાના મંદિર આગળના ચોકમાં સમાધાન અર્થે વડીલોને બોલાવી તેમના આયોજનથી અંધારામાં રાખી લાકડીઓ ધોકા સાથે આવી પથ્થરમારો કરી અચાનક હુમલો કરી દીધો હતો. જેમાં વિષ્ણુસિંહ મદનસિંહ રાઠોડ, રજૂસિંહ બાલુસિંહ રાઠોડ, સંગીતાબેન ભીખુસિંહ રાઠોડ, કેસરીસિંહ રૂપસિંહ રાઠોડ, કાનસિંહ પરબતસિંહ રાઠોડ અને સોમસિંહ રૂપસિંહ રાઠોડને પગમાં, માથામાં અને શરીરે ઈજાઓ થઈ હતી અને સરપંચની ગાડીને પણ નુકસાન કર્યું હતું તેમણે 12 મહિલા સહિત કુલ 75 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સામે ચરણસિંહ ભૂપતસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે જન્માષ્ટમીના વરઘોડા બાબતે થયેલ તકરારમાં સમાધાન માટે નાગણેશ્વરી મંદિર બોલાવી સામા પક્ષવાળાએ અચાનક હુમલો કરી દીધો હતો જેમાં ચરણસિંહ ભૂપતસિંહ રાઠોડ, શિવસિંહ કેશરીસિંહ રાઠોડ, આદરસિંહ કેસરીસિંહ રાઠોડ, મગનસિંહ તખતસિંહ રાઠોડને ઇજાઓ થઇ હતી. તે પૈકી શિવસિંહ રાઠોડને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી હિંમતનગર સિવિલમાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તેમણે 10 મહિલાઓ સહિત કુલ 58 જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...