પરિપત્ર:કોરોના મૃતકોની સહાય નોંધ માટે સરકારની કોઇ સૂચના નથી મળી

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટના આદેશથી મૃતકોના સભ્યોને ડેથ સર્ટિ. આપવા પરિપત્ર

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.20-10-21 ના રોજ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબના સભ્યોને ડેથ સર્ટિફીકેટ આપવા પરિપત્ર કરાયો છે જે કોરોના મૃત્યુ સહાયની નોંધણી માટે જરૂરી છે. પરંતુ સા.કાં. જિલ્લા વહીવટીતંત્રને આ અંગે કોઇ આધિકારીક સૂચના મળી ન હોવાથી અસમંજસ સ્થિતિ છે.

સરકાર દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલના વારસદારોને સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડના માધ્યમથી વચગાળાની સહાય ચૂકવવાનુ નક્કી કરાયું છે. કોરોના દરમિયાન ડેથ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા મોટા ભાગના કિસ્સામાં મોતનું કારણ બીજુ દર્શાવેલ હોવા અનુસંધાને સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન થતા જેના અનુસંધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વચગાળાની સહાય મેળવવામાં મૃતકોના પરિવારજનો નવેસરથી ડેથ સર્ટિ.માં મૃત્યુનુ કારણ નોંધવા દિશાનિર્દેશ આપી પરિપત્ર કર્યો છે.પાલિકા વિસ્તારમાં રજીસ્ટ્રાર (જ.મ.) અને ચીફ ઓફિસરને જવાબદારી સોંપાઇ છે.

કોરોના મૃત્યુ સહાયના ફોર્મ ભરવા સૂચના આવી નથી
જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું કે કોરોના મૃત્યુ સહાય ફોર્મ ભરવા અંતર્ગત હજુ સુધી કોઇ સૂચના આવી નથી જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે પણ આ અંગે જાણકારી ન હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...