પેટાચૂંટણી:સાબરકાંઠા માં વિભાજન બાદ નવી બનેલી 47 પંચાયતમાં ચૂંટણી નહીં

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 260 પંચાયતમાં સંપૂર્ણ ચૂંટણી, 65 ગ્રામપંચાયતમાં પેટાચૂંટણી

સાબરકાંઠા જિલ્લામાં વિભાજન બાદ નવી અસ્તિત્વમાં આવેલ 47 ગ્રામ પંચાયતમાં બીજા તબક્કામાં ચૂંટણી નહીં યોજાય.ચૂંટણી વિભાગ દ્વારા બુથ વ્યવસ્થા અને મતદારોની વિગતો એકત્ર કરવાની કવાયત ચાલી રહી છે. જિલ્લાની 260 ગ્રા.પં.માં સરપંચ - વોર્ડ સદસ્યોની સંપૂર્ણ ચૂંટણી અને 65 ગ્રા.પં.માં પેટા ચૂંટણી યોજાનાર છે. મુદત વિતી ગ્રામપંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ ચૂક્યો છે અને મોટી પંચાયતોના વિભાજનની દરખાસ્તો અંતર્ગત કાર્યવાહી ચાલુ છે.

ચૂંટણી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લાની 36 ગ્રામ પંચાયતનુ વિભાજન થયા બાદ નવી 47 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે જેની વસ્તી, વોર્ડ, બુથ સહિતની વિગતો એકત્ર થઇ રહી છે. નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોમાં હાલમાં ચૂંટણી યોજાનાર નથી. તે બીજા તબક્કામાં યોજાનાર છે.

જિલ્લાની 260 ગ્રામ પંચાયતમાં સરપંચ, તમામ વોર્ડ સદસ્યની સંપૂર્ણ ચૂંટણી યોજાનાર છે જ્યારે 65 ગ્રા.પં. માં પેટા ચૂંટણી યોજાશે જેના માટે કુલ 5,12,347 મતદારો મતદાન કરનાર છે. ચૂંટણી વિભાગ દ્વારા મતદાનથી માંડી મતદારોની સંખ્યા, બુથની સંખ્યા, સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથક વગેરે વિગતો એકત્ર કરવા ચૂંટણી વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...