તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:હિંમતનગરમાં વધતા સંક્રમણને પગલે વિવિધ વેપારી એસો.ની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના વડામથક હિંમતનગરમાં સંક્રમણ અટકાવવા વેપારીઓની બેઠક મળી હતી. જેમાં હિંમતનગર બંધ રાખવું કે ખૂલ્લું તેના અંગે કોઇ નિર્ણય લેવાયો ન હતો. આજે ફરીથી બેઠક મળશે.

જિલ્લામાં દિવાળી પછી કોરોના સંક્રમણે માઝા મૂકતાં શહેરીજનોમાં ફડક પેસી ગઈ છે. હિંમતનગર જિલ્લાનું વડુ મથક હોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે. શહેરના વિવિધ વેપારી એસોસિએશનના અગ્રણીઓએ મંગળવારે હિમ્મત હાઇસ્કુલ ખાતે બેઠક કરી સ્થિતિ પર મંથન કર્યું હતું પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું ન હતુ. તારીખ 25-11-20 ના રોજ પાલિકા પ્રમુખ સાથે વિવિધ વેપારી મંડળના અગ્રણીઓ બેઠક કરનાર છે અને બજાર બંધ રાખવું, સમયમાં ફેરફાર કરવો, ઓડ ઇવન પદ્ધતિ અમલી બનાવવી વગેરે બાબતો પર ચર્ચા કરી નિર્ણય લેવાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser