ગૌરવ:ગઢની શાળાના નવ ખેલાડીઓને રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં 5 ગોલ્ડ,3 સિલ્વર,2 બ્રોન્ઝ મેડલ

ગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31મી ડિસેમ્બરે નડિયાદમાં રાજ્યકક્ષાની 17મી યુથ ટ્રાયલ એથ્લેટીક્સ યોજાઈ હતી

તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની 17મી નેશનલ યુથ ટ્રાયલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ ગઢની શાળાના નવ ખેલાડીઓએ રાજ્યકક્ષાએ 5 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીઓ નેશનલ કક્ષાએ ભોપાલમાં રમવા જશે.

31મી ડિસેમ્બરે નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની 17મી નેશનલ યુથ ટ્રાયલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ-2021માં ગઢ વિમળા વિદ્યાલય ડીએલએસએસ અને નોન ડીએલએસએસ નવ ખેલાડીઓએ ભાગ લઈ 10 મેડલો મેળવ્યા છે. જેમાં 5 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ મેળવીને બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ હવે નેશનલ કક્ષાએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગુજરાતનું પ્રતિનિધિનિત્વ કરશે.

નવ ખેલાડીઓ દસ મેડલ પ્રાપ્ત કરીને વિમળા વિદ્યાલયમાં આવતાં કેમ્પસ ડાયરેકટર ડો.સલિમ શેખ, ડીએલએસએસના મેનેજર ડો.નરેશ દેસાઈ અને ઓફીસ સુપ્રિ. હરિભાઈ ભૂટકાએ વિજેતા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.ગઢ વિમળા વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ કુમારભાઈ ઝવેરી કેમ્પસ ડાયરેકટર ડો.સલિમભાઈ શેખનાં માર્ગદર્શન હેઠળ ડીએલએસએસ સ્કૂલનાં એથ્લેટીક્સ કોચ વિપુલભાઈ ચૌધરી અને ટ્રેનર સંદીપ ઠાકોર દ્વારા ખેલાડીને તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...