નવરાત્રિ:ઘટસ્થાપન સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં નવલી નવરાત્રિનો પ્રારંભ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા - Divya Bhaskar
ખેડબ્રહ્મા

|ગુરુવાર સવારે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના ગર્ભગૃહમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ઘટ સ્થાપન કરાયુ હતું. જેમાં મંદિરના પૂજારી શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન કરાવ્યુ હતું, ઘટ સ્થાપનમાં ગૌશાળાની માટી અને છાણ લઈ જવારા વાવવામાં આવ્યા હતા. નવરાત્રિ દરમ્યાન ભટ્ટજી ચંડીપાઠ કરશે. જ્યારે માતાજીને 25 લિટર દૂધનો અભિષેક કરાયો હતો. આ પ્રસંગે જયદીપસિંહ રાઠોડ, પ્રવિણસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પૂજા દશરથભાઈ દ્વારા કરાઇ હતી.

મોડાસા
મોડાસા

મોડાસાના મિનિ ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં નવરાત્રિ નિમિત્તે વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી દ્વારા માતાજીનું ઘટસ્થાપન કરાયંુ હતું

અંબાજી
અંબાજી

નવરાત્રિના પ્રારંભે ગુરુવારે યાત્રાધામ અંબાજી નીજ મંદિરમાં ઘટસ્થાપન કરાયુ હતું.પૂજા વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શક્તિ ઉપાસના પર્વ નવરાત્રીના પ્રારંભે અંબાજી મંદિરમાં પ્રાચીન પ્રણાલી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ઘટસ્થાપન અને જવારા વાવવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે સાડા દસ બાદ શરૂ થયેલ સ્થાપન વિધિમાં અંબાજી મંદિરના પૂજારી જયશીલભાઈ ઠાકર સાથે પૂજામાં યજમાન પદે અંબાજી ટ્રસ્ટના વહીવટદાર શુધેન્દ્રસિંહ ચાવડા સહિત મંદિર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવલા નોરતાના પ્રારંભે સવારથી જ ભક્તોનો ધસારો પણ નોંધપાત્ર જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...