કાર્યવાહી:હિંમતનગરમાં પાલિકાએ 28 મિલકતો સીલ કરી, ટેક્સ ભરવા 200 વોરંટની બજવણી કરાઇ

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીના પ્રારંભથી જ રીઢા બાકીદારોની વેરાવસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છેલ્લા બે દિવસમાં 28 બાકીદારોની મિલકત સીલ કરી દેતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મિલકતને સીલ વાગતા એક બાકીદારે તાત્કાલીક ટેક્સ ભરી દીધો હતો. ડિસે-21 સુધીમાં પાલિકાએ રૂ. 7 કરોડની વસૂલાત કરી 70 ટકા વસૂલાત પૂરી કરી દીધી છે.

ચીફ ઓફિસર નવનીતભાઇ પટેલે જણાવ્યું કે રીઢા બાકીદારો પાસેથી વેરાવસૂલાત માટે ટેક્સ ભરવા 200 જેટલા વોરંટની બજવણી કરાઇ છે છેલ્લા બે દિવસમાં 28 મિલ્કતો સીલ કરાઇ હતી તે પૈકી એક બાકીદારે તરત જ ટેક્સ ભરી દીધો હતો તેમણે ઉમેર્યું કે ઇ-નગર યોજના હેઠળ 24 કલાક ઓનલાઇન ટેક્સ ભરી શકાય છે. ડિસે-21 સુધીમાં 7 કરોડ રૂ. જેટલી વેરા વસૂલાત થઇ છે.

આમની મિલકતો પાલિકા દ્વારા સીલ કરાઇ ​​​​​​​
1. પટેલ મનોજકુમાર રસિકલાલ 2. બટાગી ફિરોજખાન નિયાજ મોહમદ 3. ફિરોજખાન એન.એમ.4. મેમણ મુનીરએહમદ અબ્દુલકરીમ 5. પટેલ પશાભાઇ એન્ડ કંપની 6. દેસાઇ ચિરાગકુમાર તથા બીજા 7. ઓમ ડેવ.જેનીલ કોમ્પ્લેક્સ 8. દેસાઇ પ્રતિકકુમાર તથા બીજા 9. ઓમ ડેવલપમેન્ટ ભાગીદારો 10. રાવલ તીરથકુમાર જીતેન્દ્રપ્રસાદ 11. પટેલ મણીભાઇ માધાભાઇ 12. બી.એમ.સોની કિરીટકુમાર 13. સુથાર શાંતિલાલ અંબાલાલ 14. પટેલ કેશવલાલ મોતીભાઇ 15. પટેલ જીતેન્દ્રકુમાર રતીલાલ 16. પટેલ ચંદ્રકાન્ત હરીભાઇ 17. મીસ્ત્રી નજીરમહમદખાન આલમખાન 18. સુતરીયા કિરીટકુમાર પુંજાભાઇ 19. પટેલ નવનીતભાઇ સોમાભાઇ 20. ઠાકર પ્રવિણચંદ્ર જગન્નાથ 21. મોદી કાંતાબેન જે. 22. પ્રાથના ડેવલોપર ભાગીદારો 23. પ્રાથના ડેવલોપર ભાગીદારો 24. પટેલ મનીષા પંકજકુમાર તથા બીજા 25. ઠક્કર દિનેશ ડુંગરશીભાઇ 26. પટેલ વિષ્ણુભાઇ નારાયણભાઇ 27. એમ.આઇ. ફુટવેર ઇન્ડસ્ટ્રીજ 28. દેવેન્દ્ર રામીબેન ગોવિંદભાઇ

અન્ય સમાચારો પણ છે...