યોજના:સાબરકાંઠામાં કોરોનાથી 13 બાળકોના માતા-પિતાના મોત થતાં મુખ્યમંત્રી બાલસેવા યોજનાનો લાભ અપાશે

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક મદદ અને અન્ય યોજનાઓનો લાભ આપવા યોજના અમલી બનાવાઇ

કોરોના મહામારી દરમિયાન ઘણા બાળકોના માતા અને પિતાનું અવસાન થયું છે. સાબરકાંઠામાં 13 બાળકોએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે 9 બાળકો એવા છે જેમણે માતા અને પિતા બે માંથી એક ને ગુમાવ્યા છે. તંત્ર દ્વારા અનાથ બનેલ 13 બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજનાથી લાભાન્વિત કરવા તજવીજ હાથ ધરાઇ છે. કોરોનાથી જે બાળકોએ માતા અને પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક મદદ અને અન્ય યોજનાઓનો લાભ આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવાઇ છે.

તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર દરેક તાલુકાના બાળ સુરક્ષા એકમો, તલાટી, સરપંચ, આશાવર્કર, આંગણવાડી કાર્યકર વગેરેના માધ્યમથી માતા-પિતા બંને અથવા બંનેમાંથી એકની છત્રછાયા ગુમાવનાર બાળકોની તપાસ કરતાં અત્યાર સુધીમાં 13 બાળકોએ માતા-પિતા બંને અને 9 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યાની વિગતો પ્રાપ્ત થઈ છે. 13 બાળકો પૈકી બે બાળકોના દસ્તાવેજી પુરાવાની કામગીરી ચાલુ છે. બાકી બાળકોનું ડોક્યુમેન્ટેશન પૂર્ણ થઇ ગયું છે. બાળ સુરક્ષા એકમના સુરેશભાઈ પાંડોરે ઉમેર્યું કે હજુ સર્વે ચાલુ છે અને એકાદ સપ્તાહમાં કામગીરી પૂર્ણ થઇ જશે.

માતા -પિતા બંને ગુમાવનારા બાળકો

તાલુકોસંખ્યા
પોશીના7
હિંમતનગર2
પ્રાંતિજ2
વડાલી2
કુલ13

આ વિભાગની આ ભૂમિકા રહેશે

1. સામાજીક અને ન્યાય અધિકારિતા
બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી સહાય પેટે બાળક દીઠ પ્રતિમાસ રૂ. 4 હજાર અનાથ બન્યું હોય તે મહિનાથી ત્યારબાદ 21 વર્ષનું થાય ત્યાં સુધી આફ્ટર કેર યોજનાનો લાભ આપશે અભ્યાસમાં પણ આ યોજનાનો લાભ મળશે. શિક્ષણની જવાબદારી પણ નિભાવશે અને કન્યાઓને લગ્ન માટે આવક મર્યાદાના બાધ સિવાય કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપશે. સ્થાનિક અભ્યાસ માટેની શૈક્ષણિક લોન અને વિદેશ અભ્યાસની લોનની પણ જોગવાઇ

2. શિક્ષણ વિભાગ
અનાથ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપશે.

3. શ્રમ અને રોજગાર વિભાગ
14 વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોમાં સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપશે.

4. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમનો લાભ આપવાનું કામ કરશે.

5. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજનાનો લાભ

અન્ય સમાચારો પણ છે...