અકસ્માત:પોશીનામાં પનારી નદી નજીક બાઇક સ્લીપ થતાં સવારનું મોત

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પિતાએ બાઇકચાકલક સામે ફરિયાદ નોંધાવી

પોશીનાની પનારી નદી પાસે વળાંકમાં શખ્સ પોતાનુ બાઇક હંકારતાં બાઇક સ્લીપ ખાઇ જતાં પાછળ બેઠેલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આંજણી (મુખીફળો) ગામના બચુભાઇ તા. 29-09-21 ના રોજ તેમની દીકરીનું પોશીનામાં સગપણ કરેલ હોઇ મકાઇના ડોડા આપવા ગયા હતા અને તા.30-09-21 ના રોજ સાડા ત્રણેક વાગ્યાના સુમારે વાદીરાભાઇ કેશરાભાઇ ગમાર (રહે. પાલીયાબીયા, હાલ રહે. ચન્દ્રાણા ખણી ઘાંટી, પોશીના) ના બાઇક નં. જી.જે-09-સી.ક્યુ-5732 લઇને આવતા હતા

તે દરમિયાન બાઇક પુર ઝડપે હોવાથી પોશીના પનારી નદી પાસે વળાંકમાં સ્લીપ ખાઇ જતા બંને જણાં રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતાં લોકોએ 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ બચુભાઇ બેભાન અવસ્થામાં હોઇ તેમને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા અને ત્યાંથી હિંમતનગર રીફર કરાયા હતા અને ત્યાંથી અમદાવાદ રીફર કરાયા હતા. બાદમાં હડાદ ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તા.01-10-21 નારોજ ત્રણેક વાગ્યાના સુમારે સારવાર દરમિયાન મોત થતાં મૃતક ના પિતાએ પોશીના પોલીસમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...