તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:હિંમતનગર સિવિલમાં 30 થી વધુ મ્યુકર માઇકોસિસના સફળ ઓપરેશન કરાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાવીરનગરના 62 વર્ષીય મહિલા 15 દિવસે સાજા થઇ ઘેર પરત ફર્યા - Divya Bhaskar
મહાવીરનગરના 62 વર્ષીય મહિલા 15 દિવસે સાજા થઇ ઘેર પરત ફર્યા
  • મહાવીરનગરના 62 વર્ષીય મહિલા 15 દિવસે સાજા થઇ ઘેર પરત ફર્યા

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ હતી તેની સાથે દર્દીઓમાં કોરોનાના નવા વેરીયન્ટ એવા મ્યુકરમાઇકોસિસ દર્દીઓ પણ સામે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હિંમતનગર સિવિલના ઇએનટી વિભાગે 30 વધુ દર્દીઓનો જટીલ ઓપરેશન કરી મોતના મુખમાંથી બહાર લાવી ઉમદા કામગીરી કરી છે.

હિંમતનગર સિવિલમાં મ્યુકર માઇકોસિસની સારવાર લઇ સ્વસ્થ્ય થયેલા હિંમતનગર મહાવીરનગરના 62 વર્ષીય અસ્મિતાબેન કનુભાઇ ઠક્કરે જણાવ્યું કે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા અને સારવાર દરમિયાન નાકમાંથી લોહી આવતા ડૉક્ટરને વાત કરતાં તેમણે દૂરબીનથી તપાસ કરી અને બાયોપ્સી લઇ તાત્કાલિક નિદાન અર્થે મોકલી આપતાં રિપોર્ટમાં મ્યુકર માઇકોસિસનું નિદાન આવતાં તેમને તો નજર સમક્ષ જાણે મોત મંડરાતું હોય એવુ લાગતુ હતું.

પરંતુ ડૉ. મૂલાણી અને સિવિલ સ્ટાફની સેવા અને સંવેદનાથી તે 15 દિવસમાં જ સાજા થઇ ઘરે પરત ફર્યા હતા. આ અંગે ઇએનટી વિભાગના ડૉ. મૂલાણીએ જણાવ્યું કે સિવિલમાં 100 થી વધુ મ્યુકર માઇકોસિસના દર્દીઓની બાયોપ્સી કરાઇ હતી. જ્યારે 30 વધુ દર્દીઓના મ્યુકર માઇકોસિસના જટીલ સફળ ઓપરેશન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...