ઇડર વલાસણા રોડ પર ગણેશવિલા સોસા.માં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલ આધેડની આંખ ફૂટેલી સ્થિતિમાં હત્યા કરેલી લાશ મળવાના પ્રકરણમાં પોલીસે બે થી વધુ શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી છે.
ગણેશવિલા સોસાયટી આગળની ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કરી પોતાનું જીવન ગુજરાતા નારસિંગભાઈ ભૂરસિંગભાઈ સગાડાની (48) 3 દિવસ અગાઉ એક આંખ ફૂટેલી અવસ્થામાં હત્યા કરાયેલી લાશ મળતાં પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા બે થી વધુ શકમંદોની પૂછપરછ હાથ ધરાઇ છે. મજૂરી કામ સાથે સંકળાયેલ આધેડની હત્યા કેમ કરાઇ તેનુ કારણ શોધવામાં પોલીસ મહેનત કરી રહી છે અને કારણ મળતાની સાથે સમગ્ર પ્રકરણ પરથી પડદો હટી જશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.