તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વોર્ડના રહીશો પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નવા સીમાંકન બાદ વર્ષ 2015 માં પોલોગ્રાઉન્ડનો વોર્ડ-1 માં સમાવેશ થયા બાદ પોલોગ્રાઉન્ડના રહીશો પાલિકાની અનદેખીથી નારાજ છે. હિન્દુઓનો વિસ્તાર ગણાતા પોલોગ્રાઉન્ડમાં 8 વર્ષથી અશાંતધારો અમલી હોવા છતાં 100 થી વધુ પરિવારો પલાયન કરી ગયા છે. પોલોગ્રાઉન્ડના બાકી રહેલા રહીશોમાં આક્રોશ છે ભાજપ સંગઠનમાં રહેલા પદાધિકારીઓ જ લે-વેચમાં સામેલ રહી સ્વયં મકાનો ખાલી કરી જતા રહ્યા છે અને અશાંતધારો અમલી હોવા છતા અને મિલકતો ગેરકાયદે રીતે ટ્રાન્સફર થવા છતાં નિષ્કિય રહ્યા છે.
અસ્તિત્વના સવાલ જેવી આ સમસ્યા સિવાય ગાયોનો ત્રાસ, કેટલીક જગ્યાએ રોડ રસ્તા પર ખાડા જેવી સમસ્યાઓ પણ છે.પોલોગ્રાઉન્ડના અલકાપુરી ચોકથી પશ્વિમ વિસ્તારમાં રહેતા તમામ રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો કે અશાંતધારો લાગુ હોવા છતાં મિલકતો ટ્રાન્સફર થતી રહી છે.પોલોગ્રાઉન્ડના ધનજીભાઇ પરસોત્તમભાઇ સુથારે જણાવ્યું કે કોરોનાનુ બહાનું કાઢીને અગાઉ નોટિસ આપ્યા વગર પાલિકાએ તમે સમય મર્યાદામાં હાઉસ ટેક્ષ ભર્યો નથી કહીને 18 ટકા વ્યાજ ભરવા જણાવ્યું.
રોજ પાણી ધીમું આવે છે
મહેતાપુરાના બગીચા વિસ્તારના દિનેશભાઇ ઠાકોરે જણાવ્યું કે રોડ રસ્તા ગટરલાઇનની કોઇ સમસ્યા નથી. પરંતુ રોજ પાણી ધીમું આવે છે. જ્યારે સિદ્ધર્થનગરમાં રોડની સાઇડોમાં બ્લોક નાખ્યા બાદ પૂરાણ ન થતાં ખાડા પડી ગયા છે.
વોર્ડ નં-1 માં સમાવિષ્ટ વિસ્તારો
મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ
કુલ મતદાર 7888
પુરૂષ મતદાર 4041
સ્ત્રી મતદાર 3847
જ્ઞાતિનું સમીકરણ
બક્ષીપંચ 3478, અનુજાતિ 918, બ્રાહ્મણ 741, ક્ષત્રિય 648, પટેલ શાહ 542, મુસ્લિમ 329, અનુ.જનજાતિ 278 તથા અન્ય 954
પેશાબઘર બનાવી આપો નહીં તો વોટ નહીં
મહેતાપુરામાં પાલિકા દ્વારા જૂનું પેશાબઘર તોડી નખાયુ છે. વિસ્તારના વેપારીઓ દિલીપસિંહ પરમાર, સંજયભાઇ ઠક્કર, નિલેશભાઇ રબારી, ભીમજીભાઇ પટેલ સહિતે જણાવ્યુ કે ઉમેદવારોને વોટ લેવો હોય તો પેશાબઘર બનાવી આપો નહીં તો વોટ નહીં. પોલોગ્રાઉન્ડના શ્રવણભાઇ સાંખલાએ જણાવ્યુ કે અમારા ત્રણ ઘર આગળ નવા બ્લોક નાખવા અને અંધારી ગલીઓમાં સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆતો કરી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશોએ હડધૂત કર્યા હતા અમે મતદાન ન કરવાનો નિર્ધાર કર્યો છે.
રખડતાં ઢોરોનો બહુ ત્રાસ, ઝૂૂંડ ફરે છે
અલકાપુરી વિસ્તારમાં રહેતા ડી.એફ. મકવાણાએ જણાવ્યું કે રખડતાં ઢોરનો બહુ ત્રાસ છે ગાયો - આખલાના ઝૂંડના ઝૂંડ ફરે છે. નાના બાળકો વૃદ્ધ સૌને ઇજા થવાની દહેશત છે ગંદકી પણ બહુ રહે છે. ભારે વાહનોની હેરફેર પર પ્રતિબંધ હોવા છતા રેતી પથ્થરના ટ્રેક્ટર - ટ્રકનો ધસારો રહે છે. રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યુ નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.