તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઇડરમાંથી મોબાઈલ ચોરનારી ત્રિપૂટી પકડાઇ, એક ચોર સગીર

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂઇ રહેલા વ્યક્તિઓના મોબાઇલ ચોર્યા હતા

ઇડરમાં ભિલોડા ત્રણ રસ્તા નજીકની દુકાન આગળ સૂઈ રહેલ વ્યક્તિઓના મોબાઇલની ચોરી કરનાર ત્રિપુટીને એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ત્રણ મોબાઈલ અને એક રિક્ષા કબ્જે લઇ ઇડર પોલીસને સોંપ્યા હતા.

ઇડરના ભિલોડા ત્રણ રસ્તા નજીક ખોડિયાર અર્થ મૂવર્સના કામદારો તા.10 જુલાઇની રાત્રે દુકાન આગળ સૂઇ રહ્યા હતા. દરમિયાન કરણસિંહ મનસુખભાઈ તડવી અને કરણસિંહ નગીનભાઈ તડવીના 3 મોબાઇલની ચોરી થઈ હતી. એલસીબીએ તપાસ હાથ ધરતાં સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષામાં 3 શખ્સો આવ્યા હોવાની કડી મળતાં તા.12-07-21 ના રોજ ગંભીરપુરા ઘાંટીથી એપોલો ત્રણ રસ્તા તરફ જતી રિક્ષાને પકડી વિજય લક્ષ્મણભાઈ ખરાડી (19) (જૂના વાડજ અમદાવાદ) રિક્ષા ડ્રાયવર સાહિલ યુસુફ શેખ (ગંભીરપુરા બાંગ્લાદેશ વિસ્તાર ઈડર) અને સગીરની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...