મિલન:ઇડર તાલુકાની 6 અને 3 વર્ષથી ગુમ યુવતીઓનું પરિવાર સાથે મિલન થયું

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક યુવતી મોરબી અને બીજી અમદાવાદમાં રહેતી હતી

ઇડર તાલુકાની 6 અને 3 વર્ષથી ગુમ બે યુવતીઓને મહિલા શક્તિ વિંગ દ્વારા મોરબી અને અમદાવાદથી શોધી લાવી પરિવાર સાથે મિલન કરાવાયુ હતું. 

અન્ય માધ્યમથી શોધી લવાયા બાદ મોટાભાગના કિસ્સામાં પોલીસને જાણ કરાતી ન હોવાથી પોલીસ રેકોર્ડ માં ગુમશુદા નો આંકડો પ્રતિવર્ષ ઊંચો જ થાય છે તેમાં ઘટાડો થતો નથી

જિલ્લામાંથી સગીરાઓ - યુવતીઓને ભગાડી જવાના કિસ્સામાં તથા ગુમ થવાના કિસ્સામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ, ફરિયાદો નોંધાયા બાદ સગીરાઓ, યુવતીઓને સગા વ્હાલા કે અન્ય માધ્યમથી શોધી લવાયા બાદ મોટાભાગના કિસ્સામાં પોલીસને જાણ કરાતી ન હોવાથી પોલીસ રેકોર્ડ માં ગુમશુદા નો આંકડો પ્રતિવર્ષ ઊંચો જ થાય છે તેમાં ઘટાડો થતો નથી. સા.કાં. એસ.પી. ચૈતન્ય મંડલીકે ગુમ થઈ ગયેલ, અપહૃત થયેલ સગીરાઓ, યુવતીઓની જાણવા જોગ સહિતની ફરિયાદોની તપાસ કરવા સૂચના આપતા ઈડર પી.આઈ. પ્રહલાદસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઇડર મહિલા શક્તિ વીંગના આશાબેન વાલજીભાઈ, આશાબેન ગોકળભાઈ, કંચનબેન માત્રાભાઇ, હીનાબેન નરેશભાઈ અને પિયુષભાઈ રામજીભાઈની ટીમ દ્વારા વર્ષ 2014માં કાવા ગામની ગુમ થયેલ જે તે સમયે 24 વર્ષીય યુવતી અને વર્ષ 2018 માં ગુમ થયેલ ઇડરની સગીરાની તપાસ હાથ ધરી હતી અને માહિતી એકત્ર કરી કાવા ગામની હાલ 30 વર્ષીય યુવતીને મોરબીથી અને ઇડરની 20 વર્ષીય યુવતીને અમદાવાદથી શોધી લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...