શિક્ષણની શરૂઆત:નાના ભૂલકાંઓને ફરજીયાત હાથ સાફ કરાવવા-માસ્ક પહેરી રાખવા સમજાવાયાં

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોએ પ્રાર્થના કરી શિક્ષણની શરૂઆત કરી - Divya Bhaskar
બાળકોએ પ્રાર્થના કરી શિક્ષણની શરૂઆત કરી
  • સા.કાં.માં 2 વર્ષે ભૂલકાઓની કિલકારીયોથી શૈક્ષણિક સંકુલોના પ્રાંગણ ગૂંજ્યા

સાબરકાંઠામાં મહામારીની દહેશતને પગલે સરકારની ગાઇડલાઇન મુજબ પ્રતિબંદો લદાયા હતા. જેમાં નાના ભૂલકાંઓને કોરોનાથી બચાવવા માટે જૂનિ.કેજી, કેજી, અને આંગણવાડીઓમાં બંધ કરવામાં કરાયેલ પ્રત્યક્ષ શિક્ષણ બે વર્ષ બાદ ફરી શરૂ કરાતાં ગુરુવારે સવારે ભૂલકાઓની કિલકારીઓથી શૈક્ષણિક સંકુલોના પ્રાંગણ ગૂંજી ઉઠ્યા હતા.

જિલ્લામાં છેલ્લા બે વર્ષથી જૂનિયર કેજી કેજી આંગણવાડીઓ ભૂલકા વિહોણી હતી પરંતુ હાલમાં વેક્સિનેશન ઝુંબેશ અને કોરોના ના કેસ માં થયેલ ઘટાડાને પગલે સરકાર દ્વારા એસઓપી સાથે ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા નિર્ણય લેવાયા બાદ ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાયું છે.

તે પૈકી જિલ્લાની 1922 આંગણવાડીઓમાં અંદાજે 40 હજારથી વધુ ભૂલકાઓને આંગણવાડીમાં તિલક લગાવી પુષ્પ આપીને ભારતીય પરંપરા મુજબ આવકારાયા હતા. તેમજ આંગણવાડી બહેનો દ્વારા કેન્દ્રમાં નાસ્તો કરાવતા પહેલા ભૂલકાંઓને ફરજીયાત હાથ સાફ કરાવવા અને બાળક આંગણવાડીમાં રહે તે દરમિયાન માસ્ક પહેરી રાખે તે માટે સમજાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...