તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રેતી ચોરી પકડતાં ધારાપુરના 3 ખનીજચોરોની માઇન્સ સુપરવાઇઝરને મારી નાખવાની ધમકી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર માઇન્સ સુપરવાઇઝરે કાણીયોલની નદીમાં રેડ કરી હતી

હિંમતનગર માઇન્સ સુપરવાઈઝરે કાણીયોલની નદીમાંથી થઇ રહેલ રેતી ચોરી અંગે બાતમીને આધારે કાર્યવાહી કરતાં ખનીજ માફિયાઓએ માઇન્સ સુપરવાઈઝરને જાનથી મારી નાખવાની ધમકી આપતાં જાદર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગર ખનીજ વિભાગના સુપરવાઇઝર મહેન્દ્રભાઈ ઉમાભાઈ સુથારે બાતમીને આધારે કાણીયોલની નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદે રીતે રેતી ભરાઇ રહી હોવાથી 7 જુલાઇના રોજ રેડ કરી હતી અને 2 ટ્રેક્ટર પકડ્યાહતા. જ્યારે ટ્રેક્ટર નં. જી.જે-09-બી.એચ-7258 નો ચાલક ટ્રેક્ટર લઇ ભાગી ગયો હતો.

જેથી માઇન્સ સુપરવાઇઝરે હિંમતનગર ફોન કરી અજયસિંહ અને રણછોડભાઈને બોલાવતા બંને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખીનજ માફિયા ઇડરના ધારાપુરનો હોવાની માહિતી મળતા ત્યાં જઇ માહીતી મેળવતાં દશરથભાઈ ફતાજી ચૌહાણે ધારાપુર પંચાયત આગળ બોલાવતા દશરથભાઈ, હિતેશભાઈ અને પ્રવિણજી ઉદાજી ચૌહાણે માઇન્સ સુપરવાઇઝર મહેન્દ્રભાઈને ટ્રેક્ટર સોંપવાની જગ્યાએ અમારા ટ્રેક્ટરને ફરીથી રોક્યા તો જાનથી મારી નાખીશું ની ધમકી આપતાં ત્રણેય જણા સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...