તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ ચોરી:ખાણ ખનીજ વિભાગે સાબરકાંઠામાં ચોરી કરતાં 22 વાહનો પકડ્યા, 10.7 લાખ દંડ વસુલાયો, ડમ્પર ચાલક માલિક વિરુદ્ધ ગુનો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ડ્રોન સર્વેલન્સ દ્વારા ચેકિંગ હાથ ધરી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 22 વાહનો ઝડપી રૂ. 10.7 લાખ દંડ વસુલ કરી એક ડમ્પર ચાલક માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

હિંમતનગર ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડવા ડ્રોન સર્વેલન્સ દ્વારા ચેકીંગ હાથ ધરી  જિલ્લાના દેરોલ રોડ, વડિયાવીર ઘઉંઆવ નદીપટ, ગલતેશ્વર સાબરમતી નદી પટ, ઇડર, તથા મેશ્વો નદીપટ વગેરે અલગ અલગ વિસ્તારમાંથી એક જે.સી.બી., 11 ટ્રેક્ટરો તથા 10 ડમ્પરો મળી કુલ 22 વાહનો પકડ્યા હતા અને દંડકીય રકમ રૂ. 10.7 લાખની વસૂલાત કરી બાકી નીકળતી 9.87 લાખની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી હતી. એક ડમ્પર ચાલક મલિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...